નીચી જાતિના લોકો શિક્ષણ મેળવીને ઝેરી બની જાય છે, જેવી રીતે સાપ દૂધ પીને ઝેરી બની જાય છે
બિહારના શિક્ષણ મંત્રી ડો.ચંદ્રશેખરે મનુ સ્મૃતિ અને રામચરિતમાનસને સમાજમાં નફરત ફેલાવનારા પુસ્તકો ગણાવ્યા છે. તેમણે કહ્યું- રામચરિત માનસ દલિતો-પછાત અને મહિલાઓને સમાજમાં અભ્યાસ કરતા અટકાવે છે. તેમને તેમના હક મેળવવાથી અટકાવે છે. ચંદ્રશેખર આરજેડીના ધારાસભ્ય છે.
પટનાના જ્ઞાન ભવનમાં આજે નાલંદા ઓપન યુનિવર્સિટીના 15મા દીક્ષાંત સમારોહમાં શિક્ષણ મંત્રી અતિથિ વિશેષ હતા. તેમણે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતને નફરતથી નહીં પરંતુ પ્રેમથી મજબૂત અને સમૃદ્ધ બનાવવામાં આવશે. દેશમાં છ હજારથી વધુ જાતિઓ છે. જેટલી જ્ઞાતિઓ છે, એટલા જ નફરત દિવાલ પણ છે. જ્યાં સુધી તે સમાજમાં રહેશે ત્યાં સુધી ભારત વિશ્વગુરુ બની શકે નહીં. શિક્ષણ મંત્રી ડો.ચંદ્રશેખરે કહ્યું કે વંચિત વર્ગના મોટાભાગના લોકોને દબાવીને રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, સરકાર જાતિ ગણતરી કરીને તેમને તેમનું યોગ્ય સન્માન આપવાનું કામ કરશે.
ડો.ચંદ્રશેખરે કહ્યું કે સંઘ અને નાગપુર સાથે જોડાયેલા લોકો સમાજમાં નફરત ફેલાવે છે. સંબોધન દરમિયાન, તેમણે રામચરિતમાનસના દોહા અધમ જાતિમાં વિદ્યા પાયે, ભયહુ યથા આહી દૂધ પિલાયે વાંચતી વખતે કહ્યું કે આ એક પુસ્તક છે જે સમાજમાં નફરત ફેલાવે છે. અધમ એટલે નીચ, નીચી જાતિના લોકોને શિક્ષણ મેળવવાનો અધિકાર ન હતો, નીચી જાતિના લોકો શિક્ષણ મેળવીને ઝેરી બની જાય છે, જેવી રીતે સાપ દૂધ પીને ઝેરી બની જાય છે.
કાર્યક્રમમાંથી બહાર આવ્યા બાદ શિક્ષણ મંત્રી મીડિયા સામે પણ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા. તેમણે કહ્યું કે એક સમયે મનુ સ્મૃતિએ સમાજમાં નફરતનું બીજ વાવ્યું હતું. ત્યાર બાદ રામચરિતમાનસે સમાજમાં નફરત પેદા કરી. આજના સમયમાં ગુરુ ગોલવલકરના વિચાર સમાજમાં નફરત ફેલાવી રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે બાબાસાહેબ આંબેડકરે મનુ સ્મૃતિને સળગાવી હતી કારણ કે તે દલિતો અને વંચિતોના અધિકારો છીનવી લેવાની વાત કરે છે. રામચરિતમાનસ પુસ્તકમાં આવા અનેક છંદ છે, જે સમાજમાં નફરત પેદા કરે છે.
- Advertisement -
રાજકોટમાં રૂપાણીના નીતીશકુમાર પર પ્રહાર
‘બિહારના શિક્ષણમંત્રી રામના નામે નફરત ફેલાવે છે, તેના CMને વિનંતી આવા નેતાને પદભ્રષ્ટ કરો’
- Advertisement -
બિહાર સરકારમાં નીતીશ કુમારના માનીતા નેતા અને શિક્ષણમંત્રી ડો.ચંદ્રશેખરે મનુસ્મૃતિ અને રામચરિતમાનસને સમાજમાં નફરત ફેલાવનારા પુસ્તકો ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે,’રામચરિત માનસ દલિતો-પછાત અને મહિલાઓને સમાજમાં અભ્યાસ કરતા અટકાવે છે. તેમને તેમના હક મેળવવાથી અટકાવે છે.’ આ મામલે રાજકોટમાં પૂર્વ ઈખ વિજય રૂપાણીએ નીતીશ કુમાર પર સૂચક પ્રહાર કરતા જણાવ્યું હતું કે,’બિહારના શિક્ષણમંત્રીએ રામના નામે નફરત ફેલાવે છે, તેના ઈખને વિનંતી આવા નેતાને પદભ્રષ્ટ કરો.’
વિજય રૂપાણીએ કહ્યું કે, ભગવાન રામનું નામ આ સમગ્ર દેશ ખૂબ જ આદરપૂર્વક લેશે અને ગાંધીજીથી માંડીને દેશના દરેક મહાનુભાવો અને મોટા ગજાના નેતાઓએ રામરાજ્યને સ્વીકાર્યું છે ગાંધીજી હર હંમેશા હિમાયત કરતા હતા રામચરિત માનસએ સામાજિક સમરસતાનો મોટો ગ્રંથ છે.
વધુમાં પૂર્વ ઈખએ જણાવ્યું હતું કે, રામચરિત માનસમાંથી જ રામરાજ્યની કલ્પના થઈ છે જેને સર્વે સમાજે સ્વીકૃતિ આપી છે ત્યારે બિહારના શિક્ષણ મંત્રી આ પ્રકારના નિવેદન આપીને નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે હું બિહારના મુખ્યમંત્રીને વિનંતી કરીશ કે આવા નેતાને પદભ્રષ્ટ કરો અને આ નિવેદન બદલ તેણે જાહેરમાં માફી માંગવી જોઈએ.