12 લાખથી વધુ ભાવિકો પરિક્રમા જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગરવા ગિરનારની લીલુડી પરિક્રમા આજે પૂર્ણ થઇ છે 12 લાખથી વધુ ભાવિકો પરિક્રમા જોડાયા અને ભક્તિ ભાવ સાથે ભવે ભવ નું ભાથું બાંધ્યું હતું વિના વિઘ્ને પરિક્રમા પૂર્ણ થઇ હતી જોકે પરિક્રમા માં હદય રોગ ના હુમલા થી મૃત્યુ થયા તો કોક ભાવિક ને વીંછી કરડ્યા અને તાવ, શરદી શરીર ધુખાવાની ઘટના સામે આવી હતી જોકે 12 લાખ ભાવિકો પરિક્રમા હેમખેમ પૂર્ણ કરી હતી અને કોઈ મોટી દુર્ઘટના બની ન હતી આજે સાંજે 6 વાગે ગિરનાર અભ્યારણ પરિક્રમા રૂટ ના ગેટ બંધ થઇ જશે પરિક્રમા કરવા આવતા ભાવિકો એ વતન ની વાટ પકડી લીધી છે ભવનાથ તળેટી સહીત ના વિસ્તારોમાં ભાવિકોની પાખી હાજરી જોવા મળી રહી છે.