શાળામાં 15 બાળકોને આપવામાં આવ્યો નવો પ્રવેશ, સરપંચ દ્વારા શિક્ષણ કીટ વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ તાલુકા શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી અને રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાન તેમજ ક્ધયા કેળવણી મહોત્સવના ભાગરૂપે, સૂકી સાજડિયાળી ગામની સરકારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ગામના સરપંચ નરપતસિંહ જાડેજા, આગેવાન પ્રણવરાજસિંહ જાડેજા, રમતગમત કચેરીના નરેશભાઈ સોલંકી, ઙૠટઈકના નાયબ ઇજનેર ભાવેશભાઈ ખરાડી, લાયઝન તુષારભાઈ પાઠક અને શાળાના આચાર્ય શૈલેષભાઈ ટોળીયા ઉપસ્થિત રહ્યા હતા. અનુષ્ઠાન દરમિયાન આશરે 15 નાનાં બાળકોને શાળામાં પ્રવેશ અપવામાં આવ્યો હતો અને સરપંચ દ્વારા બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરાયું હતું. સરપંચે બાળકોને ભણવાની પ્રેરણા આપી શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને આગેવાનો દ્વારા શાળાના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.