પાણીનું શુદ્ધિકરણ અને કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા જેવા 30 મોડેલો રજૂ થયા; પાંચ વિભાગના પ્રથમ ક્રમના વિજેતાઓ હવે જિલ્લા કક્ષાએ ગોંડલનું પ્રતિનિધિત્વ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, ડાયેટ રાજકોટના માર્ગદર્શન હેઠળ અને બી.આર.સી. ભવન ગોંડલ દ્વારા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025/2026 નું ભવ્ય આયોજન ગોંડલની સરદાર પટેલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. સવારે 9:30 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી ચાલેલા આ પ્રદર્શનમાં ઈછઈ કક્ષાએથી પસંદગી પામેલી 30 શાળાઓના 60 બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે 30 ગણિત-વિજ્ઞાનના મોડેલો રજૂ કર્યા હતા. મુખ્ય પ્રોજેક્ટ્સમાં પાણીનું શુદ્ધિકરણ, હાઈટેક ફ્યુચર વિલેજ, વેસ્ટમાંથી બેસ્ટ, અને કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવી જેવા કલ્પનાશીલ વિષયોનો સમાવેશ થતો હતો. બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે દાતાઓના સહયોગથી શિલ્ડ અને સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં પાંચ વિભાગોમાં પ્રથમ નંબર મેળવનાર બાળ વૈજ્ઞાનિકો હવે જિલ્લા કક્ષાએ ગોંડલનું પ્રતિનિધિત્વ કરશે.



