ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ-નવનાત ગરબા મહોત્સવની મેગા ફાઇનલ એક ’ન ભૂતો ન ભવિષ્યતિ’ આયોજન બની રહી હતી. હજારો લોકોની ઉપસ્થિતિમાં ખેલૈયાઓએ અદ્ભુત કૌશલ દેખાડ્યું હતું.
મેગા ફાઇનલમાં વિજેતા પ્રિન્સ અને પ્રિન્સેસ પર લાખેણા ઇનામોનો વરસાદ થયો હતો. સીનીયર પ્રિન્સ તરીકે સિદ્ધાર્થ દોશી (અ-ગ્રુપ) અને સીનીયર પ્રિન્સેસ તરીકે ધાર્મી ટોલિયા (અ-ગ્રુપ) વિજેતા બન્યા હતા. કિડ્ઝ પ્રિન્સમાં વંશ જૈન અને કિડ્ઝ પ્રિન્સેસમાં દીક્ષા શાહએ બાજી મારી હતી. આયુષી ગાંધીને વેલડ્રેસ અને પવિત્રા કરચલીયાને સ્પેશિયલ પ્રાઇઝ મળ્યું હતું.
આ કાર્યક્રમમાં રોલેક્ષ રિંગ ગ્રુપના મનીષભાઈ માંદેકા, સોનમ ક્વાર્ટઝના જયેશભાઇ શાહ સહિતના જૈન શ્રેષ્ઠીઓ અને મહાનુભાવોના હસ્તે ઇનામોનું વિતરણ કરાયું હતું. મુખ્ય આયોજકો ચંદ્રકાંતભાઈ શેઠ અને મિલન કોઠારીએ સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો.



