માળિયાના ભંડુરી નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
મૃત્યુ પામેલા 7 પૈકીમાં પરીક્ષા દેવા જતાં બે વિદ્યાર્થીના મોત
અકસ્માત સમયે ઝુંપડામાં બાટલો ફંગોળાતા તાપણાંથી લાગી આગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના નજીક ભંડુરી ગામ પાસે સોમનાથ નેશનલ હાઇવે પર આજે સવારે ગોજારો અકસ્માત થયો હતો આ અકસ્માત જેતપુર – સોમનાથ હાઇવે પર એક કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર કૂદીને સામેથી આવતી એક કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી આ બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના મોત ઘટના સ્થળે નિપજ્યા હતા અને એક કારમાંથી ગેસનો બાટલો પણ ફંગોળાતા અકસ્માત નજીક આવેલા એક ઝુંપડામાં પડ્યો હતો અને ઝુંપડામાં રાંધણ માટે તાપણું કર્યું હતું જેના લીધે ઝુંપડામાં પણ આગ લાગી હતી જોકે તેમાં કોઈનું મૃત્યુ નીપજ્યું ન હતું આ બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં બેસેલા તમામ લોકોના મોત થયા હતા.
આ ગોજારા અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી હાથધરી હતી.અને ઝુંપડામાં પણ આગ લાગતા ફાયર પણ ઘટના સ્થળે પોહચી આગને કાબુમાં લીધી હતી આ ગમખ્વાર અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ થતા તુરંત અકસ્માત સ્થળે પોહચી ગઈ હતી અને તમામને માળીયાહાટીના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બંને કારના અકસ્માત કેવી રીતે થયો તે દિશામાં પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પણ તપાસ શરુ કરી છે.
આ અકસ્માતમાં એસેન્ટ ફોરવ્હીલ ગાડી જેના રજી નં. જીજે 11 એસ 4416 વાળી જે કાર કેશોદ તરફથી આવતી હોય જેમાં કુલ પાંચ વ્યકતી બેસેલ હતા તેમાંથી નકુલ વિક્રમભાઇ કુવાડીયા ઉ.વ.25 રહે.માણેકવાડા હાલ કેશોદ, ધરમભાઇ વીજયભાઇ ધરાદેવ રહે.જુનાગઢ તળાવ દરવાજા એ.સી.બી. ઓફીસની સામે, અક્ષતભાઇ સમીરભાઇ દવે રહે.રાજકોટ, ડ્રાઇવર વજુભાઇ કરશનભાઇ રાઠોડ ઉ.વ.60 રહે.જુનાગઢ બીલખારોડ, ઓમ રજનીકાંતભાઇ મુંગરા રહે.રાજકોટ વાળાઓ માણસો બેસેલ હતા જે ગડુ ખાતે સૌરભ કોલેજ ખાતે પરીક્ષા આપવા જતા હોય તેવી માહીતી મળેલ છે. જે ફોરવ્હીલ કેશોદ તરફથી આવતી હતી અને ડીવાઇડર ઠેકી રોંગસાઇડમા બીજી કાર સેલેરીયો ફોરવ્હીલ જેના રજી.નં.જીજે 11 સીડી 3004 વાળીમાં બે વ્યકતી બેસેલ હતા જેમા વીનુભાઇ દેવશીભાઇ વાળા ઉ.વ.35 રહે.જાનુડા ગામ તાલુકો-માળીયા હાટીના અને રાજુભાઇ કાનજીભાઇ ખુંટણ ઉ.વ.40 રહે.ડાભોર તા.વેરાવળનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યુ હતું આમ આ અકસ્માતમાં 7 લોકોના મોત થતા પરિવારોમાં આક્રંદ છવાયો છે.અને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.
- Advertisement -
બે કાર વચ્ચે અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ
નકુલ વિક્રમભાઇ કુવાડીયા ઉ.વ.25 રહે.માણેકવાડા હાલ કેશોદ
ધરમભાઇ વીજયભાઇ ધરાદેવ રહે.જુનાગઢ તળાવ દરવાજા એ.સી.બી. ઓફીસની સામે
અક્ષતભાઇ સમીરભાઇ દવે રહે.રાજકોટ
ડ્રાઇવર વજુભાઇ કરશનભાઇ રાઠોડ ઉ.વ.60 રહે.જુનાગઢ બીલખા રોડ
ઓમ રજનીકાંતભાઇ મુંગરા રહે.રાજકોટ
વીનુભાઇ દેવશીભાઇ વાળા ઉ.વ.35 રહે.જાનુડા ગામ તાલુકો-માળીયા હાટીના
રાજુભાઇ કાનજીભાઇ ખુંટણ ઉ.વ.40 રહે.ડાભોર તા.વેરાવળ