ખખડધજ રોડને હવે મળશે નવી ઓળખ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં વિવિધ માર્ગો લાંબા સમયથી ખખડધજ હાલતમાં હોવાથી લોકો ત્રાસી ગયા છે તેમાં પણ મોરબીથી અમદાવાદ અને ગાંધીનગર તરફ જતા વાહનચાલકો માટે મોરબીથી હળવદ થઈ અમદાવાદ તરફ જતો રસ્તો સૌથી સરળ અને સુવિધાજનક છે પરંતુ હળવદ મોરબીનો રોડ ડબલ ટ્રેક હોય અને તેમાં પણ મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણે 50 કિમીનું અંતર કાપવામાં પણ વાહન ચાલકોને દોઢથી બે કલાક જેટલો સમય લાગી જાય છે ત્યારે આ રોડ ફોરલેન કરવામાં આવે તેવી મોરબી અને હળવદ વાસીઓની માંગ હતી જે માંગણી બાબતે મંત્રી મેરજા દ્વારા અવાર નવાર રજૂઆત કરવામાં આવતા સરકાર દ્વારા તેમની રજૂઆત સ્વીકારવામાં આવી છે અને આ રોડને ફોરલેન કરવાની કામગીરી મંજૂર કરી તેના માટે રૂ.197 કરોડ ફાળવવામાં આવ્યા છે જે બાદ આ રોડની સમયસર કામગીરી શરૂ થાય તે માટે તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અંતિમ મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે અને માર્ગ મકાન વિભાગ તેમજ રાજયના નાણાં વિભાગ દ્વારા સંકલન કરી હળવદ મોરબી રોડ ફોરલેન કરવા અંતિમ મંજૂરી મેળવી લેવામાં આવી છે અને આગામી દિવાળી પૂર્વે રોડનું ખાતમુહૂર્ત થાય તેમજ રોડની કામગીરી શરુ થાય તેવી સંભાવના છે.