કોચિંગ સંસ્થાઓ 100% નોકરી મળવાની ગેરંટી નહીં આપી શકે: ગ્રાહક મંત્રાલયે મુસદ્દો તૈયાર કરી ગાઈડલાઈન જાહેર કરી
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં કોચીંગ સંસ્થાઓ તરફથી સતત પ્રકાશિત કરવામાં આવતા ભ્રામક વિજ્ઞાપનો-જાહેરાતો પર લગામ કસવા માટે ગ્રાહક મામલાના મંત્રાલયે જણાવ્યું છે કે સંસ્થાન પોતાના વિજ્ઞાપનોમાં નોકરી મળવાની 100 ટકા ગેરંટીના દાવા ન કરી શકે.ગ્રાહક મામલાના સચિવ અને કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ ઓથોરીટી (સીસીપીએ)ના મુખ્ય કમિશ્નર રોહિતકુમાર સિંહે કોચીંગ ઉદ્યોગના ભાગીદારો સાથે મુલાકાત કરીને તેના માટે મુસદ્દાની ગાઈડલાઈન માટે ચર્ચા કરી હતી.
મંત્રાલયે એક જાહેરાતમાં કહ્યુ હતું કે કોચીંગ સેન્ટરમાં ભ્રામક વિજ્ઞાપનો પર લગામ લગાવવાના ઉદેશથી દિશા નિર્દેશ તૈયાર કરવા માટે બનેલી સમીતીની 8 જાન્યુઆરીએ પહેલી બેઠક થઈ હતી.
સમીતીએ મુસદ્દા ગાઈડલાઈન પર ચર્ચા કરી હતી. આ દિશા નિર્દેશ બધા કોચીંગ સંસ્થાનોને લાગુ પડશે પછી તે ઓનલાઈન ભણાવતી હોય કે ઓફલાઈન ભણાવતા હોય. તેમના ક્ષેત્રમાં દરેક ફોર્મેટ અને માધ્યમથી અપાનાર વિજ્ઞાપન આવશે.
કોચીંગ કલાસોએ શું કરવાનું છે, શું નથી કરવાનું: સફળ ઉમેદવારને મળેલ રેન્ક સફળ ઉમેદવાર દ્વારા પસંદ કરવામાં આવેલ પાઠ્યક્રમ ઉમેદવારે પસંદ કરેલ કોર્સ વગેરે નથી બનાવવાનો કે 100 ટકા નોકરી મળવાનો દાવો નથી કરવાનો. ડિસ્કલેયર, ખુલાસા મોટા ટાઈપમાં જ જાહેરાતોમાં કરવા પડશે.