ગિફ્ટ સિટીમાં કોઈપણ વ્યક્તિ દારૂ પી શકશે?
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવાની મંજૂરી અપાઈ છે. ત્યારે આ મંજૂર મળતા જ વિપક્ષ દ્વારા ખુબ વિરોધ કરાઈ રહ્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે કે, ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પી શકાશે. ત્યારે શું ગિફ્ટ સિટીમાં કોઈ પણ વ્યક્તિ દારૂ પી શકશે? અહીં કોણ દારૂ પી શખશે અને ક્યારે પી શકશે ? આવા અનેક સવાલો ઉભા થતા રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં લિકર પરમિશનને લઈને એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ અપાઈ છે. આ સિવાય માત્ર મુલાકાતીઓને જ દારૂ પીવાની મંજૂરી છે. બહારથી આવતા મુલાકાતીઓએ દારૂ માટે અધિકૃત અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે. તેમજ હેલ્થ પરમિટ, વીઝીટર પરમિટ ધારકો અને ટુરિસ્ટ પરમિટ ધારકો પણ દારૂનું સેવન કરી શકશે. સરકારે પ્રેસનોટ જાહેર કરી માહિતી આપી હતી કે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટીએ ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે. ત્યારે ગિફ્ટ સિટીમાં સ્થાપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબીશનના નિયમોમાં ફેરફાર કરવા માટે ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પ્રેસનોટમાં જણાવ્યા પ્રમાણે, ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારી અને માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. જેના દ્વારા વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં લીકરનું સેવન કરી શખાશે. આ સિવાય કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ, રેસ્ટોરાં કે ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફએલ3 પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ્સ, ક્લબ કે રેસ્ટોરાંમાં લીકરનું સેવન કરી શખશે. પરંતુ વેચાણ કરી શકશે નહીં.
- Advertisement -
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈ સરકાર દ્વારા નિયમો જાહેર
લિકર પિરસનાર હોટેલ, ક્લબોએ FL3 લાયસન્સ લેવુ પડશે
લાયસન્સ ધારકે દારૂના જથ્થાના ખરીદ-વેચાણના હિસાબ રાખવા પડશે
સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ રાખવુ પડશે
જે સ્થળ પર લિકર સેવનની પરવાનગી હશે તેના સિવાયના સ્થળે લિકર સેવન કરી શકાશે નહીં
ગિફ્ટ સિટીમાં દારૂ સેવન માટે અધિકૃત અધિકારીઓ જ આ પરમિશન આપશે
અધિકૃત મુલાકાતીઓજ દારૂનું સેવન કરી શકશે
હેલ્થ પરમીટ, વિઝિટર પરમિટવાળા લોકો જ દારૂનું સેવન કરી શકશે
21 વર્ષ ઉપરના વ્યક્તિને જ પરવાનગી મળી શકશે
અન્ય રાજ્યના નાગરિકો અને મુલાકાતીઓને પરવાનગી મળી શકશે
દારૂના સેવન બાદ વાહન નહીં ચલાવી શકાય
પરમીટ ધારકે પરમીટના દસ્તાવેજ સાથે રાખવા પડશે
પરમીટ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું પડશે