9 રાજ્યોમાં સ્ટોકની સમીક્ષા: તુવેર દાળના ભાવમાં 5 ટકાથી વધુનો ઉછાળો
સંગ્રહખોરી દ્વારા બજારમાં દાળની અછત ઉભી કરવાના પ્રયાસો
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરના મહિનાઓમાં તુવેર એટલે કે અરહર દાળ અને અડદના ભાવમાં ઉછાળો આવ્યો છે. દરમિયાન, કેન્દ્ર સરકારે દેશમાં તુવેર અને અડદના સ્ટોકના ખુલાસાની સમીક્ષા કરી છે. ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે તુવેર અને અડદની દાળના મુખ્ય ઉત્પાદક અને વપરાશ કરતા રાજ્યો સાથે જોડાણમાં બંને પ્રકારની કઠોળના સ્ટોકની સમીક્ષા કરી છે. બેઠકમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના અધિકારીઓએ ભાગ લીધો છે. આ બેઠકમાં સામેલ રાજ્યોની રજિસ્ટર્ડ કંપનીઓ અને તેમની પાસે ઉપલબ્ધ સ્ટોકની સમીક્ષા કરવામાં આવી છે. ઉપરાંત, રાજ્યોને સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે આયાતકારો, મિલરો, સ્ટોકિસ્ટ અને વેપારીઓ તેમના સ્ટોકની સાચી વિગતો આપે. સ્ટોક ડિસ્ક્લોઝર પોર્ટલમાં નોંધાયેલા લોકોની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ એવું માનવામાં આવે છે કે રાજ્યોમાં સ્ટેકહોલ્ડર્સની સંખ્યા વધુ હોઈ શકે છે. બેઠકમાં એવું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું હતું કે તુવેરના ઉત્પાદન અને વપરાશની સરખામણીમાં કેટલાક રાજ્યોમાં અરહર દાળનો જાહેર કરાયેલ સ્ટોક ઘણો ઓછો છે. રાજ્યોને ઋજજઅઈં લાયસન્સ, અઙખઈ રજિસ્ટ્રેશન, ૠજઝ રજિસ્ટ્રેશન, વેરહાઉસ અને કસ્ટમ બોન્ડેડ વેરહાઉસનો ડેટા સ્કેન કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યોએ બેઠકમાં જણાવ્યું કે રાજ્યમાં મોનિટરિંગ વધારવામાં આવ્યું છે અને નોંધણી ફરજિયાત બનાવવાની સાથે સ્ટોક ડિસ્ક્લોઝર પોર્ટલ પર સ્ટોકની માહિતી ઉપલબ્ધ કરાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને સ્ટોકની ચકાસણી કરવા કહ્યું છે. અને જેમણે સ્ટોક જાહેર કર્યો નથી તેમની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 અને સંગ્રહખોરી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે તુવેર ઉત્પાદક રાજ્યોની રાજધાની અને જિલ્લાઓમાં 12 વરિષ્ઠ અધિકારીઓને પણ નિયુક્ત કર્યા છે.