કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવતની પણ પ્રેરક ઉપસ્થિતિ
1600 કલાકારોએ એક સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો : લોકો થયા મંત્રમુગ્ધ
ખાસ-ખબર ન્યૂઝ માધવપુર
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક એક ભારત, શ્રેષ્ઠ ભારતના ઉદ્દેશ્યને સાકાર કરતા માધવપુર ઘેડના મેળામાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્નના દિવસે સહભાગી બન્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવતની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ મહાનુભાવોએ ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા ઉત્તર પૂર્વીય રાજ્ય અને ગુજરાતના 1600 કલાકારોએ એક સાથે પ્રસ્તુતિ આપતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ સાથે આ માધવપુરના મેળાનો 2018માં ભવ્યતા સાથે પ્રારંભ કરાવ્યો હતો, તે આજે નિશ્ચિતરૂપથી આંતરરાષ્ટ્રીય મેળો બનવા તરફ આગળ વધી રહ્યો છે, આ મેળો માત્ર મનોરંજન પુરતો સીમિત નથી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપ અને ગીતા જ્ઞાનમાંથી માનવ જીવનને સાર્થક બનાવવા માટે પ્રેરણા આપે છે. આ મેળો ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને આવનારી પેઢી અને પોતાના માટે સંવર્ધન કરવા માટે સંકલ્પ કરવાનો પણ અવસર છે. રાજ્યપાલએ સગૌરવ એમ પણ કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામ આપણી સંસ્કૃતિ જ્યોતિર્ધર છે અને દેશને મર્યાદા પુરુષોત્તમ રામ અને કૃષ્ણ જેવા યોગી સંતાનો મળે તે રાષ્ટ્રની સૌથી મોટી પુંજી છે અને ભાવિ પેઢી સંસ્કારવાન ઉપરાંત સંસ્કૃતિ સભ્યતા, પરંપરાથી અને જોડાયેલી હશે તો ઘર પરિવાર, સમાજ અને રાષ્ટ્ર મજબૂત અને શ્રેષ્ઠ બનશે.
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ માધવપુરનો વિશાળ ફલક આપીને અતીત ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતથી લોકોને જોડવા માટેનો પણ આ મેળો માધ્યમ બન્યો છે. તેમણે આપણી સંસ્કૃતિના વાહકરૂપ પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરવા માટે પણ પ્રેરણા પૂરી પાડી હતી. આઝાદી કાળે ભારત વિખૂટુ અને વિખરાયેલું હતું, તેને ગુજરાતની પાવન ધરાના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક તાતણે બાંધી દેશને અખંડ બનાવ્યો હતો. તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ અને સેવાનિવૃત લેફ્ટનન્ટ જનરલશ્રી કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયકે જણાવ્યું હતું કે, ભગવાનશ્રી કૃષ્ણ અને માતા રુકમણીજીના વિવાહ પર્વમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે. માધવપુરનો મેળો ધાર્મિક, સાહિત્યિક અને જનજાતિ પરંપરાનું મિશ્રણ છે, જે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીજીના પ્રેમ અને સાંસ્કૃતિક એકતાનું પ્રમાણ છે. આ પહેલ એક ભારત શ્રેષ્ઠ ભારતના આદર્શને ઉજાગર કરે છે. દર વર્ષે યોજાતો આ મેળો આપસમાં પ્રેમ અને સદભાવના સાથે યોજાય છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સખત પરિશ્રમના પરિણામે દરેક પ્રદેશના રાજ્ય દિવસ ઉજવવાની પહેલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આદર્શો અને દેશભાવના શ્રીકૃષ્ણનાં કર્મયોગનું પ્રતીક છે, તેમની આ દીર્ઘદ્રષ્ટિ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે. આ તકે તેઓ એ ભગવાનશ્રી કૃષ્ણ અને માતા રુકમણીનાં વિવાહની પૌરાણીક કથા જણાવી આજે અરુણાચલ પ્રદેશથી દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણની યાત્રાના દર્શન કરવાનો પણ અવસર છે