હાલમાં પીજીની 1456 સીટ ખાલી રહી જવાથી સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા સરકાર હરકતમાં આવી
સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં મેડીકલ સીટો ખાલી રહી જવા પર ચિંતા પ્રગટ કરાયા બાદ સરકાર તેના માટે નવી વ્યવસ્થા વિકસીત કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય રાષ્ટ્રીય ચીકીત્સા આયોગ (એનએમસી)ની મદદથી આગામી સત્રથી એક એવી પ્રક્રિયા સ્થાપિત કરશે, જેનાથી પ્રવેશની અંતિમ તારીખ સુધી સીટો ખાલી રહેવાની આશંકા ખતમ થઈ જશે. હાલમાં પીજીની 1456 સીટો ખાલી રહી જવા પર સુપ્રીમ કોર્ટે સખત નારાજગી દર્શાવી હતી. એકબાજુ પીજીની સીટો ઓછી છે જયારે બીજી બાજુ મોટા પ્રમાણમાં સીટો ખાલી રહી જવું ચિંતાજનક છે. આ જ રીતે એમબીબીએસની ઓલ ઈન્ડીયા કોટાની 323 સીટો પણ આ વર્ષે ખાલી રહી ગઈ હતી. આ સિવાય મેનેજમેન્ટ કોટાની લગભગ ત્રણ ત્રણ હજાર ખઇઇજની સીટો ભરાઈ નહોતી.
- Advertisement -
સૂત્રો મુજબ આ મુદાનું સમાધાન શોધવા માટે વિચાર-વિમર્શની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેના માટે જે પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી રહી છે, તેમાં માપદંડ બનશે, જેથી ખાલી સીટ ભરી શકાય.
દેશમાં MBBSની 91 હજાર સીટ
દેશભરમાં એમબીબીએસની 91 હજાર અને પીજીની 42 હજાર સીટો છે. આ વર્ષે પીજીની ખાલી સીટોમાં 930 સીટો સુપર સ્પેશ્યાલીટી કોર્સની હતી, જેની કુલ સંખ્યા જ દેશમાં 7748 છે. આ સીટોને હવે ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.