ડુંગળીની નિકાસ પર બાનને લઈને ઉઠતા સવાલો વચ્ચે….
નાફેડ, એનસીસીએફને ડુંગળી ખરીદવા નિર્દેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને 31 માર્ચ પછી અનિશ્ર્ચિત કાળ માટે વધારવા પર ઉઠી રહેલા સવાલો દરમ્યાન કેન્દ્ર સરકારે મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે તેને ગ્રાહકોની સાથે સાથે ખેડુતોના હિતોનો પણ ખ્યાલ છે અને બફર સ્ટોક સાથે જોડાયેલ જરૂરીયાત માટે ખેડુતો પાસેથી પાંચ લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે.
નાફેડ અને નેશનલ કો ઓપરેટીવ ક્ધઝયુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડીયાને રવી સીઝનની ડુંગળીની ખરીદી શરૂકરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે.
- Advertisement -
ક્ધઝયુમર અફેર્સનાં સેક્રેટરી રોહીતકુમારસિંહે જણાવ્યું હતું કે બફર સ્ટોક માટે આ વખતની રવી સીઝનની ઉપજમાંથી ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે.
આ ખરીદી માટે નાફેડ અને એનસીસીએફને નિર્દેશ આપવામાં આવ્યા છે. એક-બે દિવસમાં વિધીવત આ ખરીદી શરૂ થઈ જશે. ડુંગળીની વધતી કિંમત પર ક્ધટ્રોલ કરવા સરકારે ગત વર્ષે ડીસેમ્બરમાં નિકાસ પર રોક લગાવી હતી. જેનો સમયગાળો 31 માર્ચે પુરો થઈ રહ્યો છે.
ગત સપ્તાહે સરકારે નકકી કર્યું હતું કે આ રોક આગામી આદેશ સુધી ચાલુ રહેશે એનસીપી સહીત કેટલાંક રાજકીય પક્ષોએ ખેડુતોનાં હિતો સામે ધરીને આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. હાલ તો મહારાષ્ટ્રની મંડીઓમાં એવરેજ હોલસેલ પ્રાઈઝ 14-15 રૂપિયો કિલો છે.
આ ગત વર્ષનાં આ સમયની તુલનામાં લગભગ ડબલ છે.ખેડુતોના ખેડુતોના ભરોસાનું ધ્યાન રાખીને સરકાર ખરીદી માટે તૈયાર છે.
આવતા સપ્તાહે વિભાગમાં જઈ રહેલી નિધિ ખરેએ કહ્યું હતું કે, ખેડુતો પાસેથી સીધી ખરીદી માટે નાફેડ અને એનસીસીએફ ખેડુતોનું પ્રી રજીસ્ટ્રેશન કરશે જેથી ખેડુતોને ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરથી તેના બેન્ક ખાતામાં પેમેન્ટ થઈ શકે છે.
કૃષિ મંત્રાલય અનુસાર આ વખતે રવી સીઝનમાં ડુંગળીનુ ઉત્પાદન 190.5 લાખ ટન થવાનું અનુમાન છે.