મોંઘા ટોલટેકસમાં રાહત મળશે
કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરીએ કરી જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશભરમાં એનએચએઆઈના ટોલ રોડનો ઉપયોગ કરનારા એવા લોકો માટે રાહતભર્યા સમાચાર છે કે, જેઓ હંમેશા મોંઘા ટોલ ટેકસ હોવાની ફરીયાદ કરતા હોય છે. સુત્રોનું કહેવુ છે કે, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરી પેન ઈન્ડીયા ‘મંથલી ટોલ ટેકસ, સ્માર્ટ કાર્ડ સિસ્ટમ’ પણ શરૂ કરવા પર વિચાર કરી રહ્યા છે.તે પુરા દેશના એનએચએઆઈના બધા ટોલ પ્લાઝા પર ચાલશે.
આવુ કાર્ડ બનાવનારાઓને ટોલ ટેકસમાં ઘણી છૂટ આપવા પર વિચાર વિમર્શ થઈ રહ્યો છે. સુત્રોએ જણાવ્યું હતું કે, આ વાતને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઘણા ગંભીર છે.તેમા ટુંક સમયમાં જ દેશભરમાં આ યોજનાને શરૂ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
એકસપ્રેસ વે-નો વધુ ઉપયોગ કરનાર ખાસ કરીને કોમર્શીયલ ગાડીઓ માટે આ સ્માર્ટકાર્ડ ઘણુ ફાયદાકારક સાબિત થશે. જોકે જયારે સરકાર દેશભરમાં ટોલટેકસ વસુલવા માટે ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સીસ્ટમ (જીએનએસએસ) પર કામ કરી રહી છે.
તો આ સ્થિતિમાં સ્માર્ટ કાર્ડ કેમ કામ કરશે. જેના જવાબમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, પહેલો હજુ પુરા દેશમાં આ જીએનએસએસ સિસ્ટમ શરૂ થવામાં કેટલોક સમય લાગશે.બીજુ જયારે સેટેલાઈટ ટોલ સિસ્ટમ શરૂ પણ થઈ જશે. ત્યાં આ સિસ્ટમ અંતર્ગત ગાડીઓમાં એક નાનુ મશીન ફીટ હશે. તેમાં ગાડીવાળો જેટલો ટોલ રોડનો ઉપયોગ કરશે એટલો જ ટોલટેકસ કાપવામાં આવશે.
મંત્રાલયના સુત્રોએ એ વાતનો કોઈ સ્પષ્ટ જવાબ નહોતો આપ્યો જેમાં મંથલી પાસ ન બનાવનારાઓ પાસેથી મોજુદ સિસ્ટમ અંતર્ગત જ ટોલ વસુલશે કે તેમને
પણ કંઈક રાહત મળવાની આશા છે.
ચાલું નાણાકીય વર્ષમાં અત્યાર સુધી આશરે 7000 કિમી ક્ષેત્રમાં નેશનલ હાઇવેનું નિર્માણ કરવામાં આવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સરકાર નેશનલ હાઇવે પર મુસાફરોને રાહત આપવાની તૈયારીમાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતે આ અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ’નેશનલ હાઇવે પર મુસાફરોને રાહત આપવા માટે સરકાર એક યુનિફોર્મ ટોલ પોલિસી પર કામ કરી રહી છે. આ પોલિસીથી મુસાફરોની સમસ્યાઓનું ઉકેલ મળશે.’
ગડકરીએ એક મીડિયા એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ’અમે નેશનલ હાઇવે પર મુસાફરોને પડતી હાલાકીનો ઉકલે લાવવા માટે એક યુનિફોર્મ ટોલ પોલિસી પર કામ કરી રહ્યા છે. આ પોલિસીથી મુસાફરોની સમસ્યાઓનું ઉકેલ મળશે. ભારત હવે હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મજબૂત બની રહ્યું છે, ભારતનું હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે અમેરિકાના ઇન્ફ્રાસ્ટક્ચર જેવું દેખાય છે.’
નીતિન ગડકરીએ આ અંગે વધુમાં જણાવ્યું કે, ’માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય સોશિયલ મીડિયા પર મુસાફરો દ્વારા કરાયેલી ફરિયાદોને ખૂબ જ ગંભીરતાથી લઇ રહ્યું છે. અમે મુસાફરોની ફરિયાદોનું ઉકેલ લાવવા પ્રયાસો કરી રહ્યા છે અને ફરિયાદોમાં સામેલ આરોપી ઠેકેદારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યા છે.’
આ ઉપરાંત વધુમાં તેમણે કહ્યું કે, ’નેશનલ હાઇવે પર હાલ આશરે 60 ટકા મુસાફરી અંગત કારો દ્વારા થાય છે. જોકે, આ વાહનો પાસેથી મળતી ટોલની આવક કુલ આવકની માંડ 20થી 26 ટકા જ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષ 2020-21માં 37 કિમી પ્રતિ દિનના હાઇવે નિર્માણનો પાછલો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવશે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી આશરે 7000 કિમી ક્ષેત્રમાં નેશનલ હાઇવેનું નિર્માણ કરવામાં આવ્યું છે.’
ભારતનું હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે અમેરિકાના ઇન્ફ્રાસ્ટક્ચર જેવું
આ સ્માર્ટ કાર્ડ પૂરા દેશમાં NHAIના બધા ટોલ પ્લાઝા પર ચાલશે
ટૉલ દ્વારા થતી આવક વધી
નેશનલ હાઇવે પર ટોલ આવકમાં વૃદ્ધિ થઇ છે, છેલ્લા 10 વર્ષોમાં વધુમાં વધુ ક્ષેત્રો ટોલિંગ સિસ્ટમ અંતર્ગત આવી ગયા છે. આ કારણસર મુસાફરોમાં અસંતોષ પણ વધી ગયું છે. વર્ષ 2023-24માં ભારતમાં કુલ ટોલ કલેક્શન 64,809.86 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જે ગત વર્ષની સરખામણીમાં 35 ટકા વધુ છે. વર્ષ 2019-20માં ટોલિંગ કલેક્શન 27,503 કરોડ રૂપિયા હતું. નોંધનીય છે કે, નેશનલ હાઇવે પર વસૂલવામાં આવતા તમામ ટોલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વેરો નિયમ, 2008 અને સંબંધિત કાયદાઓની કલમ અનુસાર સ્થાપિત કરાયા છે.