સિંગલ સ્ક્રીન બંધ થઈ રહ્યા છે, ઈન્ડસ્ટ્રીના રોજમદાર મજૂરોની કફોડી હાલત છે : ઉદ્યોગને જીવાડવા મદદ કરવા નાણામંત્રીને સપા રાજયસભા સાંસદની અપીલ
એકટ્રેસ અને રાજયસભા સાંસદ જયા બચ્ચને રાજયસભામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હાલની પરિસ્થિતિ પર ચિંતા વ્યકત કરી જણાવ્યું હતું કે સરકાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ખતમ કરવામાં લાગી છે. તેમણે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મદદ કરવાની અપીલ કરતા કહ્યું હતું કે, સિંગલ સ્ક્રીન થીયેટર્સ બંધ થઈ રહ્યા છે. રોજમદાર મજુરોની સ્થિતિ કફોડી બની છે.
11 ફેબ્રુઆરીએ જયા બચ્ચને નાણામંત્રી નિર્મલા સીતારામનને ઈન્ડસ્ટ્રી પર થોડી દયા દેખાડવા અને તેને જીવંત રાખવા મદદ માટે એક પ્રપોઝલ લાવવાની વિનંતી કરી છે. તેમણે રાજયસભામાં કેન્દ્રીય બજેટ 2025-26 પર ચર્ચા કરતા પોતાની વાત ખુલીને રજૂઆત કરી છે.
- Advertisement -
જયા બચ્ચને સરકાર પર સંસદમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ખતમ કરવાની કોશીષનો ચોંકાવનારો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકો સિનેમા હોલ નથી જતા બધુ મોંઘુ થઈ ગયું છે. એક ઈન્ડસ્ટ્રીને આપે પૂરેપૂરી નજર અંદાજ કરી છે કારણ કે તેને ઉપયોગ આપ માત્ર આપતા ઉદેશની પૂર્તિ માટે કરો છો. આ એક એવી ઈન્ડસ્ટ્રી છે જે પૂરી દુનિયાને ભારત સાથે જોડે છે.
જયા બચ્ચને એવો પણ સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે સિનેમાને નિશાન બનાવવામાં આવે છે. હું નાણામંત્રીને વિનંતી કરૂં છું કે તેઓ ફિલ્મ ઉદ્યોગને જીવિત રાખવા માટે કંઈક કરે.
- Advertisement -