આર્થિક સંકટો વચ્ચે ઝઝુમી રહેલા શ્રીલંકામાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. મળેલી જાણકારી મુજબ, આર્થિક સંકટોથી હેરાન પ્રદર્શનકારીઓએ શનિવારના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના ઘરને ઘેરી લીધું હતુ. જેથી રાષ્ટ્રપતિ પોતાનું ઘર છોડીને ભાગી ગયા હતા. સુરક્ષા એજન્સીની તરફથી રાષ્ટ્રપતિ રાજપક્ષે ભાગવાનો દાવો કર્યો છે.
જણાવવામાં આવ્યું કે, કોલંબો સ્થિત રાષ્ટ્રપતિ આવાસને પ્રદર્શનકારીઓને બપોરમાં જ ઘેરી લીધા છે. ત્યાર પછી પ્રદર્શનકારીઓને રાજપક્ષેના અધિકૃત આવાસ પર ભારે તોડફોડ કરી છે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં બગડી રહેલા આર્થિક સંકટની વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માગણીને લઇને સરકાર વિરોધી રેલી ચાલી રહી છે.
- Advertisement -
શુક્રવારના શ્રીલંકામાં અનિશ્ચિતકાળ માટે કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. સેનાને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ પ્રમુખ ચંદના ચિક્રમરત્નેએ કહ્યું કે, રાજધાની અને તેમની આસપાસના વિસ્તારમાં શુક્રવારના રાત નવ વાગ્યાથી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, હજારો પ્રદર્શનકારીઓએ સરકાર વિરોધી પ્રદર્શનકારીઓને રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવવા માટે શુક્રવારના કોલંબોમાં પ્રવેશ કર્યો હતો, ત્યાર પછી કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શુક્રવારના પોલીસએ કર્ફ્યુ લગાવ્યા પહેલા કોલંબોમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓની સામે ટીયર ગેસ અને પાણીનો મારો ચલાવ્યો હતો. સરકાર વિરોધી પ્રદર્શનમાં ધાર્મિક નેતાઓ, રાજનેતિક દળો, શિક્ષકો, ખેડૂતો, ડોક્ટરો, માછીમારીઓ અને સામાજિક કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે.
- Advertisement -
Sri Lanka President Gotabaya Rajapaksa flees as protesters surround the residence, reports AFP news Agency quoting Defence Source
— ANI (@ANI) July 9, 2022