દહેરાદુનમાં આવેલી રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજની પ્રવેશ પરીક્ષામાં ગુજરાતમાંથી રાજકોટનો વિદ્યાર્થી ઉત્તીર્ણ
પ્રતિવર્ષ સમગ્ર રાજ્યમાંથી માત્ર એક જ વિદ્યાર્થીને મળે છે એડમિશન: શાળા સંચાલકોનું માર્ગદર્શન અને સાધારણ પરિવારના માતા-પિતાની મહેનત રંગ લાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર દેશના વિદ્યાર્થીઓ જેમાં પ્રવેશ મેળવવાનું સ્વપ્ન જોતાં હોય છે તેવી દહેરાદુન ખાતે આવેલી અને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજ (RIMC)માં પ્રવેશ મેળવી રાજકોટના હેત ભરતભાઈ ગોંડલીયાએ માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. દહેરાદુન ખાતે આવેલી ભારતની આ પ્રતિષ્ઠિત સૈન્ય શાળામાં પ્રતિવર્ષ દેશભરમાંથી માત્ર 25 જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં ગુજરાતમાંથી માત્ર એક જ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ પ્રવેશ પરીક્ષા પાસ કરનાર હેત ભરતભાઈ ગોંડલીયાએ આ પહેલાં જવાહર નવોદય વિદ્યાલય અને બાલાચડી સૈનિક સ્કૂલની પરીક્ષા પણ પાસ કરી હતી. આર્થિક રીતે સાધારણ પરિવારમાં જન્મેલા હેતના માતા-પિતા સતત મહેનત અને S.K.P શાળાના અશોકભાઈ પાંભર તથા રમેશભાઈ પાંભરના માર્ગદર્શને ગુજરાતનું અને શાળાનું ગૌરવ વધાર્યુ છે. હેત ગોંડલીયાની આ અનેરી સિદ્ધિથી કર્ણાવતી સ્કૂલ અને S.K.P શાળામાં આનંદની લાગણી ફેલાય છે. હેતની આ સફળતા શાળાના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે તેવો વિશ્ર્વાસ અશોકભાઈ પાંભરે વ્યક્ત કર્યો હતો.
નેશનલ ડિફેન્સ એકેડેમીનું પ્રવેશદ્વાર એટલે RIMC
- Advertisement -
અંગ્રેજી માધ્યમ, ફક્ત સાયન્સ વિભાગ, CBSCનો અભ્યાસક્રમ
માત્ર 250 વિદ્યાર્થીની જ સ્ટ્રેન્થ હોવાથી વ્યક્તિગત ધ્યાન આપી શકાય છે: વર્ષમાં બે વાર લેવાય છે ધો.10-12ની બોર્ડ પરીક્ષા
ખાસ-ખબર સંવાદદાતા
દહેરાદુન સ્થિત દેશની એક માત્ર રાષ્ટ્રીય ઈન્ડીયન મીલટ્રી કોલેજ (RIMC)ને નેશનલ ડીફેન્સ એકેડેમી (ગઉઅ)નું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. 1922થી કાર્યરત છઈંખઈ 135 એકરની વિશાળ જગ્યામાં કેમ્પસ ધરાવે છે. છઈંખઈમાં માત્ર ધો. 8થી 12નો જ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે અને અંગ્રેજી માધ્યમમાં ફકત સાયન્સ વિભાગનો જ સમાવેશ કરવામાં આવે છે. સાયન્સ વિભાગ હોવા છતાંય સોશીયલ સ્ટડીઝ વિષયને પણ ભણાવવામાં આવે છે. શાળામાં માત્ર 250 વિદ્યાર્થીઓની જ સ્ટ્રેન્થ હોવાના કારણે પ્રત્યેક વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપી શકાય છે. RIMC ભારતની એકમાત્ર શાળા છે કે જ્યાં ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. આ સૈન્ય શાળાનો મુખ્ય ધ્યેય નેશનલ ડીફેન્સ એકેડેમીમાં વિદ્યાર્થીને પ્રવેશ માટે સક્ષમ બનાવવાનો છે. પ્રતિવર્ષ અહીં એડમિશન લેતાં વિદ્યાર્થીઓમાંથી 80% વિદ્યાર્થી ગઉઅમાં પ્રવેશ મેળવી શકે છે ને આથી આ સૈન્ય કોલેજનું નામ લિમ્કા બુકમાં સમાવેશ પામ્યું છે.
શું છે એડમિશનની પ્રક્રિયા?
પ્રતિવર્ષ ભારતભરમાંથી માત્ર 250 વિદ્યાથીઓને જ પ્રવેશ મળે છે એટલે પ્રત્યેક રાજ્યમાંથી માત્ર એક જ વિદ્યાર્થીને પ્રવેશ મળે છે. ધો. 7 પાસ કરનાર અથવા તો ધો. 7માં અભ્યાસ કરનાર એવા તમામ વિદ્યાર્થી કે જેની ઉંમર 13 વર્ષથી ઓછી છે, તે તમામ આ સૈન્ય શાળાની પ્રવેશ પરીક્ષા આપી શકે છે. દેશભરમાં યોજાતી લેખિત પરીક્ષામાં અંગ્રેજી (150 માર્ક), ગણિત (200 માર્ક) અને જનરલ નોલેજ (75 માર્કસ)નો સમાવેશ થાય છે. જેમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓનો 50 માર્કનો વાઈવા લેવામાં આવે છે. જેમાં મુખ્યત્વે વિદ્યાર્થીના કોન્ફીડન્સને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રતિવર્ષની ફી રૂા. 42400 જેટલી છે જેમાં સ્કોલરશીપનો લાભ પણ મળે જ છે.
RIMCનું નામ લિમ્કા બુકમાં
રાષ્ટ્રીય ઈન્ડીયન મીલટ્રી કોલેજ એકમાત્ર એવી શાળા છે કે જેનું નામ લિમ્કા બુકમાં સ્થાન ધરાવે છે. શાળામાં સર્વાંગી તાલીમમાં વિવિધ સ્પોર્ટસનો પણ સમાવેશ કરવામાં આવે છે. યુ-ટયૂબ ઉપર RIMCની તમામ માહિતીની સાથે એડમિશન પ્રક્રિયાની પણ છણાવટ કરવામાં આવી છે.