એમપીના શખ્સો દિ’ના પાણી પુરી અને રાત્રે વિદેશી દારૂ નો વેપલો કરતા હતા
ગોંડલ સિટી પોલીસે બાતમીના આધારે શ્રીનાથજી પાર્ક 1 માં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા રાકેશસિંગ રાજેશસિંગ યાદવ (ઉંમર વર્ષ 30) મૂળ રહેવાસી હુંબરી જિલ્લો ભીડ એમપી વાળાને ત્યાં દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ 5 કિંમત રૂ 1875 તેમજ કિશન મુકેશભાઈ મકવાણાના મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 15 કિંમત રૂપિયા 6750 મળી આવતા કુલ રૂ. 8625 ના દારૂના જથ્થા સાથે પકડી પાડી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી