ગોંડલ શહેરની ગલીઓમાં આલે આલે ની આહલેક જગાવનાર પૂજ્ય રામગરબાપુ ની 32 મી પુણ્યતિથિ પૂજ્ય રામગરબાપુ ગૌસેવા ટ્રષ્ટ અને ગૌભક્તો દ્વારા દબદબાભેર ઉજવવામાં આવી હતી પરોઢિયે ગુરૂ પૂજન કરાયું હતું તેમજ માંડવી ચોક ખાતે જયપુરના પ્રખ્યાત મૂર્તિ ઘડવૈયા દ્વારા તૈયાર કરવામાં આવેલ સંગેમરમરની પૂજ્ય રામગરબાપુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં હતી બાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગાય માતાને સુખડી અને ખોળ પીરસવામાં આવ્યા હતા, ગ્રામ્ય વિસ્તારની ગૌશાળામાં લીલો તેમજ સૂકો ઘાસચારો પહોંચાડવામાં આવ્યો હતો, પૂજ્ય રામગરબાપુની સંગેમરમરની મૂર્તિના દાતાની સેવા હરિભાઈ સેજપાલ, રાજુભાઈ ખંધેડીયા, અને મનસુખભાઈ પરસાણા દ્વારા લેવામાં આવી હતી, અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રસ્ટ દ્વારા કોઇપણ જાતનો ફંડફાળો ઉઘરાવવામાં આવતો નથી, માત્ર ને માત્ર સ્વૈચ્છિક રીતે દાતાઓ દ્વારા અપાતું દાન સ્વીકારવામાં આવે છે તેમજ બીમાર ગાયો માટે ગૌશાળા, હેલ્પલાઇન અને એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવી રહી હોવાનું જયકરભાઈ જીવરાજાની ની યાદીમાં જણાવાયું હતું.
ગોંડલમાં પૂજ્ય રામગરબાપુની 32મી પુણ્યતિથિ દબદબાભેર ઉજવવામાં આવી
You Might Also Like
Follow US
Find US on Social Medias