ગોંડલ માંડવી ચોક પોલીસ ચોકી ખાતે થી કડિયા લાઈન, ગુંદાળા દરવાજા, બસ સ્ટેન્ડ રોડ, ત્રણ ખુણીયો, વોરકોટડા રોડ, ભોજરાજપરા, જેલ ચોક, પાંજરાપોળ, ભગવતપરા, સહિત ના વિસ્તારો રાજકોટ જિલ્લા SP બલરામ મિણા, DYSP પી.એ.ઝાલા, ગોંડલ શેહર PI એસ.એમ.જાડેજા, PSI બી.એલ. ઝાલા, ડી.પી.ઝાલા – VP કનારા ગોંડલ તાલુકા PSI એમ.જે.પરમાર ગોંડલ મહિલા પોલીસ PSI ઠાકોર, કોટડા PSI VK ગોલવેકર, LCB, SOG, ડી સ્ટાફ, અને પોલીસ સ્ટાફ દ્વારા ગોંડલ શહેર માં સંવેદનશીલ વિસ્તારો માં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
ભગવતપરા, શિશુવિહાર, ખોજા કબ્રસ્તાન, સરગમ પાર્ક, નાગનાથ આંગણવાડી, પશુ દવાખાના, માંધાતા પાર્ટી પ્લોટ, તાલુકા શાળા નંબર છ, નાની મોટી બજારમાં આવેલી વચલી શેરી, હવેલી શેરી સરવૈયા શેરી, સંઘાણી શેરી, ગુલમહોર રોડ, ખટારા સ્ટેન્ડ, ઘણચોક, તાલુકા શાળા નંબર 16, જયશ્રીનગર તેમજ વિજયનગરની આંગણવાડી સહિત ટોટલ 32 બુથને સંવેદનશીલ જાહેર કરાયા છે. નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ 90 બુથ ઉપર પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો તૈનાત રાખવામાં આવનાર છે. જરૂર પડ્યે સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ બુથ ઉપર પોલીસ જવાનો વધારી દેવામાં પણ આવનાર છે.