ગોંડલ
- Advertisement -
વડાલ ચોકી ખાતે આઇસ્ક્રીમ નું કારખાનું ધરાવતા દિવ્યેશભાઈ પટેલ બપોરના સુમારે ગોંડલ જેતપુર રોડ પર મંગળેશ્વર આઇસક્રીમ ખાતે બીપીનભાઈ વાજા સાથે કામ સબબ મીટીંગ માટે આવ્યા હતા દરમિયાન દિવ્યેશભાઈ એ ત્રણ ખૂણીયા પાસે પોતાની કાર GJ06JM 3665 પાર્ક કરી હતી મિટિંગ પૂરી કરી કાર પાસે આવતા ડ્રાઈવર સાઈડની પાછળ નો કાચ તૂટેલો જણાતા તપાસ કરતા પાછળની સીટમાં સ્કુલ બેગ માં રાખેલા રૂપિયા 25000 ચોરી થઈ જવા પામ્યા હતા સાથે બીજી અન્ય બેગ માં રાખેલ કીમતી સ્પ્રે શેમ્પુ સહિતનો માલસામાન પણ ચોરી થઈ ગયેલ હોય તાકીદે ગોંડલ સિટી પોલીસને જાણ કરતા ડી સ્ટાફના જમાદાર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે જેતપુર રોડ પર હોસ્પિટલ, આઈસક્રીમ પાર્લર અને ઓટો પાર્ટસની વિવિધ દુકાનો આવેલ હોય વાહનચાલકો ત્રણ ખૂણીયા પાસે, જેલ ચોક પાસે ભોજરાજપરા માં વિગેરે વાહનો પાર્ક કરીને જતા રહેતા હોય તસ્કરોએ અંદાજો લગાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યાની ફરિયાદો ઉઠી રહી છે વાહનચાલકોએ જ્યાં ત્યાં વાહન પાર્ક ન કરવા જોઈએ અને પોતાના કિમતી માલસામાન કારની અંદર ન રાખવા જોઈએ તેવી ચર્ચાઓ થવા લાગી હતી