ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ખાંડીયાપરા વિસ્તારમાં રહેતા ઠાકરશીભાઈ મેર પત્ની હંસાબેનની દેરડી કુંભાજીથી દવા લઈ પરત વાસાવડ બાઈક GJ5DP 4540 ઉપર આવી રહ્યા હતા ત્યારે વાસાવડી નદીના પુલ ઉપર માતેલા સાંઢની માફક દોડી આવી રહેલા GJ18GA 0753 ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધ દંપતી રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાયુ હતું બાદમાં 108 ઇમર્જન્સી સેવા ની મદદથી ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં વૃદ્ધા હંસાબેન નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર હાલતમાં ઠાકરશીભાઈ ને રાજકોટ હોસ્પિટલે ખસેડાયા હતા.આ બનાવ અંગે તાલુકા પોલીસે વિજયભાઈ ઠાકરશીભાઈ મેર ની ફરિયાદ પરથી બોલેરો ચાલક વિરુદ્ધ ipc કલમ 279 337 338 304 એમ વી એકટ કલમ 177 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.