ગોંડલ
ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલ મોહન પાર્કમાં રહેતા આધેડે કમર -પગ ના દુખાવાની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ગોંડલ તાલુકાના મોવિયા ગામના અને છેલ્લા કેટલાક વર્ષોથી ગુંદાળા રોડ પર આવેલ મોહન પાર્ક 2 માં રહેતા હરેશભાઈ મણીભાઈ કાલરીયા ઉંમર વર્ષ 52 એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા મોત નીપજયું હતું ઘટનાની જાણ પોલીસને કરાતા જમાદાર પુનિતભાઈ અગ્રાવત તપાસ હાથ ધરી હતી હરેશભાઈ ને છેલ્લા કેટલાક સમયથી પગ અને કમર નો દુખાવો રહેતો હોય અને તેમાં કમરે ગાંઠ થતા મનમાં ને મનમાં કેન્સરની આશંકા સેવતા હોય ગળાફાંસો ખાઇ લીધો હતો તેઓને સંતાનમાં એક પુત્ર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.