સોનાનો ભાવ રૂ.1 લાખથી ઉપર ચાલ્યો જતા બજારમાંથી ઘરાકી ગાયબ થઇ ગઇ હતી. પરંતુ સોનાનો ભાવ ઘટીને ફરી રૂ.1 લાખની અંદર આવી જતા અને શુક્રવારે અષાઢી બીજે સોની બજારમાં શુકનવંતી ખરીદી માટે ગ્રાહકોનો ધસારો રહ્યો હતો અને સોનાના દાગીનાથી લઇને શુકન સાચવવા માટે સોનાના સિક્કા, લગડી, સોનાના બાર સહિતની ખરીદી નિકળી હતી. સોનાના ભાવમાં અષાઢી બીજે વધુ રૂ.2 હજારનો ઘટાડો થતા અને 22 કેરેટનો ભાવ રૂ.88300 અને 24 કેરેટનો ભાવ રૂ.99000 થઇ જતા દરેક શો-રૂમ અને દુકાનોમાં રાત સુધી ગ્રાહકોની ચહલ-પહલ હતી.
Follow US
Find US on Social Medias