7 ફેબ્રુઆરી સુધી આ પ્રક્રિયા ચાલશે બંગાળમાં SIR, જ્યાં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે, પરંતુ આસામમાં નહીં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બિહાર પછી, દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓ અપડેટ કરવામાં આવશે. ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી કે આ રાજ્યોમાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઈન્ટેંસિવ રિવીઝન (SIR) 28 ઓક્ટોબરથી શરૂ થશે અને 7 ફેબ્રુઆરીના રોજ પુર્ણ થશે.
103 દિવસની પ્રક્રિયામાં વોટર લિસ્ટ અપડેટ કરવામાં આવશે. નવા મતદારો ઉમેરવામાં આવશે અને મતદાર યાદીમાં ભૂલો સુધારવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે જાહેરાત કરી હતી કે આ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મતદાર યાદીઓ આજ રાતથી ફ્રીજ કરવામાં આવશે.
નોંધનીય છે કે, જઈંછ પશ્ર્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે, જ્યાં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે, પરંતુ આસામમાં નહીં. ચૂંટણી પંચે જણાવ્યું છે કે આસામમાં નાગરિકતાના નિયમો થોડા અલગ છે, તેથી ત્યાં પ્રક્રિયા અલગ રીતે હાથ ધરવામાં આવશે.
જઈંછ માટે કયા દસ્તાવેજો માન્ય છે?
પેન્શનર ઓળખ કાર્ડ
કોઈપણ સરકારી વિભાગ દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ
જન્મ પ્રમાણપત્ર
પાસપોર્ટ
10ની માર્કશીટ
કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
વન અધિકાર પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર
રાષ્ટ્રીય રજિસ્ટર (NRC) માં નામ
પરિવારના રજિસ્ટરમાં નામ
જમીન કે ઘર ફાળવણી પત્ર
આધાર કાર્ડ
- Advertisement -
જો તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે તો શું કરવું?DMઉખના નિર્ણય સામે ઈઊઘને અપીલ કરી શકાય છે. હેલ્પલાઇન 1950 પર કોલ કરો. તમારા BLO અથવા જિલ્લા ચૂંટણી કાર્યાલયનો સંપર્ક કરો.



