ડ્રગ્સ પર રવાડે ચડેલા યુવાધન પર ‘ખાસ-ખબર’નો મોટો ખુલાસો
માત્ર 15થી 20 રૂપિયામાં ગાંજો પીવાની ગોગો અને તેના જેવી સ્ટીક મોટા ભાગના પાનનાં ગલ્લા પર આસાનથી વેંચાઇ રહી છે
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત ડ્રગ્સ મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે અધ્ધ કરોડો રૂપિયાનો ડ્રગ્સ નો વેપલો ગુજરાત માંથી પકડાઈ રહ્યો છે કારણ કે ગુજરાતનું યુવાધન નશાખોરીના રસ્તે છે. એક એવી સ્ટિક કે જેનાથી ચરસ ગાંજો પીવાઈ રહ્યો છે અને તે આસાનીથી મળી રહ્યું છે. ગુજરાતના દરિયાઈ માર્ગો થી છેલા ઘણા દિવસ થી ડ્રગ્સ નો મોટો જથ્થો પકડાઈ રહ્યો છે, રાજકોટ સહીત રાજ્યના મોટા શહેરોમાં ડ્રગ્સનું સેવન વધી ચૂક્યું છે. યુવાધન ડ્રગ્સના રવાડે ચડતા હવે ડ્રગ્સ-ગાંજાની માગ વધી છે ત્યારે આ ચરસ ગાંજો પીવા માટેની સ્ટિક રાજકોટના મોટાભાગના પાન ગાલા પર આસાનીથી મળી રહી છે. આ સ્ટિકનું નામ કેપ્ટન ગોગો સ્ટિક છે જે આમ તો તમાકુ માટે ઉપયોગ માં લેવાય છે પરંતુ ડ્રગ્સ-ગાંજાના રવાડે ચડેલા નબીરાઓ આ સ્ટિક ચરસ અને ગાંજા માટે ઉપયોગ કરી રહ્યા છે. માત્ર 15થીર0 રૂપિયામાં આ સ્ટિક પાન ગલ્લા પર મળી રહી છે.
પ્રતિકાત્મક તસવીર
- Advertisement -
પાન ગલ્લા વિક્રેતાના જણાવ્યા મુજબ યુવાનો આ સ્ટિક ખુબ જ ખરીદી કરી રહ્યા છે. રાત્રીના સમયે આ ગોગો સ્ટિક લેવા યુવાનો આવતા હોય છે અને તે યુવાનો આ સ્ટિક ચરસ ગાંજો પીવા ઉપયોગ કરતા હોય છે. ત્યારે અનેક પાનના ગલ્લાઓ તો પોલીસ કમિશનર કચેરીના બાજુમાં આવેલા છે ત્યાં પણ આ સ્ટીક મળી રહે છે. જેમાં ગિરનાર સિનેમાની આસપાસ, ફૂલછાબ ચોક, સદર બજાર, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ પાસે, જીમખાના રોડ પાસે આવેલ આઇડીબીઆઇ બેંક પાસે, કાલાવડ રોડ પર નળલંક ચા ની આસપાસ, કોટેચા ચોક પાસે હોટેલ કેકેની આસપાસ, આત્મિય કોલેજ પાસે સામે આવેલા પાનના ગલ્લાઓમાં આ ટૂંકમાં કહીંએ તો શહેરના મોટાભાગના વિસ્તારોમાં આરામથી આ સ્ટીક મળી રહે છે. તો ત્યારે સવાલ એ થાય છે. પોલીસ અધિકારીઓને આ અંગે જાણ નહીં હોય? કે પછી આંખ પીછાડા થઇ રહ્યા છે. ? આ પ્રકારની સ્ટીક વેચનાર પાનના ગલ્લા વાળાઓ અપ્રત્યક્ષ રીતે બાળકોને નશાના રવાડે ચડાવવામાં મહત્વનો ભાગ ભગવે છે.
સરકાર ગોગો સ્ટીક ક્યારે બેન કરશે?
ડ્રગ્સ -ગાંજાની વધેલી માંગ પાછળ યુવાઓમાં વધી રહેલું તેનું ચલણ જવાબદાર છે. હાઈ પ્રોફાઈલ પાર્ટી હોય છે નશાખોર નબીરા તમામ જગ્યાઓ પર આ ડ્રગ્સ લેવાતું હોવાનું હોવાનું સામે આવી રહ્યું છે. તમાકુના ઉપયોગ માટેની આ ગોગો સ્ટિક હવે ચરસ માટે હોટ ફેવરેટ બની છે ત્યારે શહેર પોલીસ તંત્ર આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.