બ્રિટનના ન્યુફેસલ વિશ્વ વિદ્યાલયનાં વૈજ્ઞાનિકોના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો: ભારત સહીત પાકિસ્તાન, પેરૂ અને ચીનમાં ગ્લેશીયર પીગળવાનો વધુ ખતરો
ગ્લેશીયર (હિમ નદી) પીગળવાથી આવતા પુરથી ભારત સહીત દુનિયાનાં દોઢ કરોડ લોકોનાં જીવન પર ખતરો મંડરાઈ રહ્યો છે. બ્રિટનના ન્યુ કેસલ વિશ્વ વિદ્યાલયમાં કરવામાં આવેલા સંશોધન મુજબ આમાં સૌથી વધુ ખતરો ભારતનાં લોકોને છે. જેમાં 30 લાખ લોકોના જીવન પર ખતરો છે. ગ્લોબલ વોર્મીંગને લઈને વૈજ્ઞાનિકોએ ચિંતા પ્રગટ કરી છે. આ રિપોર્ટ નેચર કોમ્યુનિકેશન નામનાં જર્નલમાં પ્રકાશિત થયો છે.
- Advertisement -
ચાર દેશને ખુબ જ ખરાબ અસર થશે:
આ વિશ્વ વિદ્યાલયનાં ડોકટરેટ (પીએચડી)ના વિદ્યાર્થી અને સંશોધનના મુખ્ય લેખક કેરોલીન ટેલરે પોતાની ટીમને સાથે ગ્લેશીયર સરોવરોનાં પુરથી સૌથી વધારે ખતરામાં આવનાર દુનિયાના ચાર દેશોને પણ ચિહનીત કરવામાં આવ્યા છે.જેમાં ભારત, પાકિસ્તાન, પેરૂ અને ચીન સામેલ છે. સંશોધકોએ જણાવ્યું હતું કે સંશોધકોએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનમાં સૌથી વધારે ખતરો 30 લાખ અને 20 લાખ લોકો પર છે. જયારે આઈસલેન્ડમાં સૌથી ઓછા 260 લોકો પર આ ખતરો છે.
ત્રીસ વર્ષમાં ગ્લેશીયર સરોવરો અનેક ટુકડામાં વહેંચાયા: રિપોર્ટ અનુસાર ઉપગ્રહ દ્વારા વર્ષ 2020 માં કરવામાં આવેલ અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે 30 વર્ષમાં ગ્લોબલ વોર્મીંગ 50 ટકા જેટલુ વધી ગયુ છે. જેના કારણે દુનિયાભરમાં ફેલાયેલા ગ્લેશીયરના રૂપમાં થયેલા સરોવરો ટુકડાના રૂપમાં વહેંચાઈ ગયા છે. ઔદ્યોગીક કાળ પહેલાથી અત્યાર સુધીમાં ધરતીનું તાપમાન 1.2 ડીગ્રી સેલ્સીયસ વધી ગયુ પરંતુ આશ્ર્ચર્યજનક રીતે દુનિયાનાં પહાડી વિસ્તારોમાં ગરબી બે ગણી વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ધરતી પર 2 લાખથી વધુ ગ્લેશીયર છે. હિમાલય, હિન્દુકુશ અને કારાકોરમમાં 7 હજાર હિમ નદી આવેલી છે.સંશોધકોના જણાવ્યા મુજબ જલવાયુ પરિવર્તનથી ગ્લેશીયર પીગળે તો 120 કિલોમીટર દુર સુધી પાણી જઈ શકે છે.
- Advertisement -