શિવરાત્રી મેળા બાબતે કલેકટરને સૂચન કરતા યોગી પઢીયાર
શિવરાત્રી મેળામાં ઇલેક્ટ્રિક મીની બસ ચલાવો
- Advertisement -
વન વિસ્તારમાં 100 ઉતારા મંડળને કનડગત ન થાય તેવું આયોજન કરો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેકટર યોગીભાઇ પઢીયારે આગામી મહાશિવરાત્રી મેળાને લઇને કલેકટર અનિલકુમાર રાણાવસીયાને ચાર દિવસ ચાલનાર મેળા સંદર્ભે એક પત્ર લખી અને મેળામાં સારી સુવિધા ઉભી થાય અને મેળામાં આવતા ભાવિકો સુંદર રીતે માણી શકે તેવું આયોજન કરવા માટે કલેકટરને પત્ર લખી સુચનો કર્યા છે. જૂનાગઢમાં આગામી 5ાંચ માર્ચ 2024 થી 8 માર્ચ 2024 દરમિયાન મહાશિવરાત્રીનો મેળો પરંપરાગત યોજાશે. જેને સફળ બનાવવા માટે આપના વડપણ હેઠળ અનેક સરકારી વિભાગો કાર્યને સફળ બનાવે છે જે વધુ સારી રીતે સફળ બનશે. શિવરાત્રી મેળા દરમિયાન એસટીની મીનીબસોને જિલ્લા પંચાયત સામેના ગ્રરાઉન્ડ સુધી ચલાવવી અને તે યોગ્ય ભાડુ લે તેવી વ્યવસ્થા કરવી. પર્યાવરણને ઘ્યાને લઇ ઇલેકટ્રીક બસ ચલાવવી તેમજ દર વર્ષે ઉતારા-સામાજિક સંસ્થાઓને જે તે જગ્યાએ કામચલાઉ ઉતારાઓ અપાય છે તે એજ જગ્યાએ ફાળવવામાં આવે જેથી તેમને કોઇ મુશ્કેલી ન પડે અને ઉતારાઓમાં યોગ્ય લાઇટીંગ, પાણી, ગટરના કનેકશનો સમયસર આપી દેવા.
વન વિસ્તારમાં દર વર્ષે 100થી વધુ ઉતરાઓ પડે છે તેમને પણ આ વર્ષે યોગ્ય જગ્યા મળે અને બીનજરૂરી કનડગત વિભાગ દ્વારા ના થાય તેવું ઘ્યાન રાખવુ અને મેળા દરમિયાન વહીવટી તંત્ર દ્વારા 3-4 દિવસ જે સંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે તેમાં સ્થાનિક કાલકારોને અગ્રતા આપવી જયારે મેળા દરમિયાન શ્રી ભવનાથ મંદિર તથા અન્ય અખાડાના ભવનોને લાઇટ, પાણી, મંડપ સહિતની જે જરૂરીયાત હોઇ તે સુવિધા પુરી પાડવી. તેમજ શિવરાત્રીના દિવસે મેળા વિસ્તાર સિવાય જૂનાગઢ શહેરમાં પણ રવેડીનું લાઇવ પ્રસારણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી વધુ જગ્યા પર જોઇ શકાય તેવી વ્યવસ્થા કરવી અને રેલવે અને એસટી તંત્રને ટ્રાફીક વ્યવસ્થાને ઘ્યાને રાખી વધુ રેલવે તથા બસો દોડાવવી અને તે માટે સુચના આપવી અને મેળા દરમિયાન પોલીસ બંદોબસ્તમાં ડીવાયએસપી કક્ષાના અગાઉ જૂનાગઢમાં ફરજ બજાવી ગયા હોઇ તેવા અધિકારીઓને ભવનાથ વિસ્તારના પ્રવેશતા મુખ્ય પોઇન્ટ ઉપર ફરજ સોંપવી જેથી વ્યવાહુર રસ્તા થઇ શકે.
- Advertisement -
મહાનગરપાલિકા દ્વારા ઉતારાધારકો પાસેથી ઉઘરાવતા સફાઇ પાણીના વેરા આ વર્ષે ન ઉઘરાવવા તેમજ સ્થાનિક પ્રેસના મિત્રોને ભવનાથ મહાશિવરાત્રી મેળાનું કવરેજનું કામ સોંપવુ જોઇએ અને ગિરનાર પર્વત પર બંધ લાઇટ સત્વરે ચાલુ કરાવવી તથા દામોદરકુંડ ખાતે નવા બાંધકામ પાસે જે ત્રિકોણ જગ્યા છે ત્યા અસ્થાયી પોલીસ ચોકી બનાવવા તેમજ દામોદરકુંડ ખાતે સ્વચ્છતા અને લાઇટ, પાણીની વ્યવસ્થા ઉભી કરાવવી અને પ્રેસ મિડીયાની વ્યવસ વાઇ-ફાઇ સુવિધા સહ મિડીયા સેન્ટર ઉભુ કરવુ તથા જુદી-જુદી મોબાઇ કંપનીઓ ભવનાથ ક્ષેત્રમાં કામ ચલાઉ મોબાઇલ ટાવર ઉભા કરે જેથી કરીને સર્વે યાત્રીકોને મોબાઇલ સુવીધા મળી રહે. વહિવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડના સંયુકત ઉપક્રમે ચાર દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકડાયરો યોજાય છે. તેમાં ઉદઘાટન પ્રસંગે અથવા કાર્યક્રમ શરૂ થતો હોય ત્યારે દરરોજ સોરઠના ધાર્મિક સંતો મુકતાનંદબાપુ, શેરનાથબાપુ, ઇન્દ્રભારતીબાપુ, મહેશગીરીબાપુ, તનસુખગીરીબાપુ, હરીહરાનંદગીરીબાપુ, શૈલજા માતાજી, મહાદેવગીરીબાપુ વિગેરે સંતોને બોલાવી તેમની પાસે પ્રાસંગીક ધાર્મિક પ્રવર્ચન કરાવવા નમ્ર સુચન છે.