પર્યટન ક્ષેત્રે જૂનાગઢ સમગ્ર ગુજરાતની રાજધાની બનવાની તાકાત ધરાવે છે: PM
કેશોદ એરપોર્ટની કનેક્ટિવિટી વધારી ગીરની કેસર કેરી અને ફળફળાદી દુનિયાભરમાં પહોંચશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રૂપિયા 4155.17 કરોડના જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિકાસ કામોના ખાતમૂર્હુત અને જાહેરાત કરવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વિશાળ જાહેર સભા સંબોધતા જણાવ્યુ હતુ કે, સિંહ અને નરસિંહની ભૂમિ જૂનાગઢ પ્રવાસનની રાજધાની બનવાની ક્ષમતા ધરાવે છે. દેશ આખાના લોકોને આકર્ષવાની ગીરની ભૂમિમાં તાકાત છે. વડાપ્રધાનએ ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર જે રીતે તેજ ગતિએ વિકાસના કામો કરી રહી છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી ગુજરાતના દરિયા કાંઠાના વિકાસ સાથે માછીમારોના જીવનમાં બદલાવ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી અનેકવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં આવેલા વિકાસલક્ષી બદલાવ અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના છેવાડાના માનવીને મળેલા લાભ અંગે ફળદાયી ચિત્ર રજૂ કર્યું હતું. સમગ્ર દરિયાકાંઠાના વિકાસ માટે દિવાળીના તહેવારો નજીક હોઇ અપરંપાર માનવ મહેરામણ-સંતો-મહંતો આશિર્વાદ અહીં મળી રહે છે.
વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે, કેશોદનું એરપોર્ટ પણ વિકસાવવામાં આવશે. ગિરનારના સિંહો જોવા હવાઇ પટ્ટી મોટી કરવાનું કાર્ય પણ થશે. મોટા-મોટા શહેરને જે વિકાસ મળે તે જૂનાગઢની તપસ્યાની ભૂમિને ગિરનારની જંગલની ભૂમિને આપવું છે. સંત અને શૂરાની, મંદિરોની, દત્તાત્રેયની, જૈનાચાર્યોની ભૂમિમાં મારે વિકાસ કરી દુનિયાના લોકોને અહીં ખેંચી લાવવા છે. માધવપુર ઘેડના મેળાને આંતરરાષ્ટ્રીય બનાવી દીધો છે. એશિયાનો સૌથી મોટો રોપ-વે બનાવવાથી યાંત્રિકો અંબાના દર્શન સરળતાથી કરી શકે છે. ગીરની કેસર કેરીની નિકાસ સમગ્ર દુનિયામાં પહોંચી છે. દરિયાઇ વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં માછીમારો, પશુપાલકો, ખેડૂતોને સ્વરોજગારીની તક મળે તે ક્ષેત્રમાં વિકાસ કાર્યોની ભેટ આ જિલ્લાઓને દિવાળીના પર્વ પહેલા મળી છે. દેશનો સૌથી વધુ-વિશાળ 1600 કિમીનો સમુદ્ર કિનારો ગુજરાત પાસે છે ત્યારે દરિયાઇ વિસ્તારમાં કોસ્ટલ હાઇ-વે, કનેક્ટીવીટી કરી આ વિસ્તારનો વિકાસ થઇ રહ્યો છે.
- Advertisement -
ગુજરાતમાં દરિયાઇ વિસ્તારનાં વિકાસનો નવો અભ્યાય શરૂ થયો
જૂનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાતના દરિયાઇ વિસ્તારના વિકાસનો નવો અધ્યાય શરુ થવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરુ કરેલા વિકાસ યજ્ઞને ઈશ્વર કૃપા મળી અને ગુજરાત આજે વિકાસશીલ બન્યું છે. ભૂકંપના સમયે થયેલા વિકાસ કાર્યો થયા અને એ પછી ગુજરાત સતત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. સહકારી ક્ષેત્રે પરિવર્તનો થકી જૂનાગઢ ડેરીને ફરી ધમધમતી કરવામાં આવી. દરિયાઈ વિસ્તારમાં સળંગ હાઈ-વે મળતા માછીમારોને રોજગારીમાં વધારો થશે. પ્રવાસન ક્ષેત્રે, પોરબંદર દરિયાઈ વિસ્તારને વિશ્વના નકશે અંકિત કર્યુ છે. વધુ મત્સ્ય બંદર વિકસતા મત્સ્ય સંપદા અને રોજગારીની તકોનું સર્જન થશે. રાજ્યમાં સાગરખેડૂ યોજના થકી આર્થિક ઉન્નતિની તકો ખૂલી છે.