ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જુનાગઢ ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ગિરનારી ગ્રુપ દ્વારા ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આઝાદ ચોક, રેડક્રોસ ખાતે જુનાગઢ શહેરમાં રહેતા હોય અને અતિ ગરીબ અને જરૂરિયાતમંદ 40 જેટલા પરિવારોને ધાણી, દાળિયા, મમરા, ખજૂર સહિત 15 જેટલી વસ્તુઓની કરિયાણાની કીટ તૈયાર કરીને આપવામાં આવેલ હતી. જેમાં જૂનાગઢના માજી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ મશરૂ, જલારામ ભક્તિ ધામના ટ્રસ્ટી શ્રી પી. બી. ઉનડકટ સાહેબ, સર્વોદય બ્લડ બેન્કના શ્રી નવીનભાઈ આચાર્ય, કમલેશભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નૌશાદભાઈ પઠાણે ઉપસ્થિત પરિવારજનોને રમઝાન માસ નિમિત્તે રૂ. 500 રોકડમાં આપેલ હતા.
ગિરનારી ગ્રુપની કાર્ય સૂચિને મહેન્દ્રભાઈ મશરૂએ બિરદાવી હતી. શહેરની જુદી જુદી ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવારજનોને તેમના બાળકોને પણ ધાણી, ધાળિયા, ખજૂર, પતાશા, પફ, આઈસ્ક્રીમ, મમરા, પિચકારી, કલર, સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવેલ હતું. જ્યારે સમીરભાઈ દવે અને કિર્તીભાઈ પોપટ દ્વારા આ વિસ્તારના લોકો તથા બાળકોને હોલિકા પર્વનો મહિમા સમજાવીને ધુળેટી પર્વ કઈ રીતે અને કેવી રીતે આરોગ્યની સલામતી સાથે ઉજવણી કરવી તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડીને સમૂહમાં તીલક હોળી રમવામાં આવી હતી.
- Advertisement -
આ પ્રવૃત્તિઓમાં ગ્રુપના સભ્યો યાત્રિકભાઈ ભટ્ટ, ભરતભાઈ સંપટ, અક્ષિતભાઈ કુબાવત, ચિરાગભાઈ કોરડે, કીરીટભાઇ તન્ના, શુભભાઈ વાઢીયા, દિલીપભાઈ દેવાણી, બીપીનભાઈ ઠકરાર, સુધીરભાઈ અઢિયા, મોહનભાઈ ચુડાસમા, મનોજભાઈ રાજપરા, ધવલભાઇ ચુડાસમા, સંદીપભાઈ, હિતેશભાઈ રાજપરા, સુધીરભાઈ રાજા, મનીષભાઈ રાજા, પરાગભાઈ ભુપ્તા, હાર્દિકભાઈ ઠકરાર, ગીરીશભાઈ પબારી, જીલુભાઇ ડાંગર, સંદીપભાઈ ધોરડે સહિતના લોકોએ પોતાની સેવાઓ આપેલ હતી. જુનાગઢ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. રવિ ઝાપડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.