કેશોદમાં રૂપિયાની લાલચ આપીને પાંચ શખ્સોનું કૃત્ય
અલગ અલગ જગ્યાએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું: પોલીસમાં પાંચ શખ્સો સામે એસ્ટ્રોસીટી, દુષ્કર્મનો ગુનો દાખલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તાંત્રિક વિધિના બહાને સોના ચાંદીના ઘરેણાં અને રૂપિયાની લાલચ આપીને દુષ્કર્મ આચાર્યની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે વધુ એક ઘટના જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવી છે. એક યુવતીને રૂપિયાની લાલચ આપીને તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા કેશોદ પોલીસમાં પાંચ શખ્સો સામે ગુનો દાખલ થતા એસી.એસ.ટી.સેલના ડીવાયએસપી એ.એસ.પટ્ટણી વધુ તપાસ શરુ કરી છે.કેશોદના મેસવાણ ગામે દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીએ આપવીતી જણાવતા જણાવ્યું હતું કે, હું કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલ છું ત્યારે મારે ફેજલ પરમાર રહે. રાજકોટવાળા સાથે મિત્રતા થઇ હતી અને ત્યાર બાદ ફેઝલે સાથે દીવ સહીત અન્ય જગ્યાએ ગઈ હતી અને ત્યારે ફેઝલે યુવતીને કહ્યું હતું કે, ભુવા પાસે જઇયે અને વિધિ કરીયે તો રૂપિયા ખરશે તેવી વાત કરી હતી અને ત્યાર બાદ ફેઝલ, વિજય, સાગર, નારણ અને સિકંદર સાથે યુવતી વાડી વિસ્તારમાં ગઈ હતી અને ત્યાં યુવતીને નારિયળ ઉપર બેસાડી હતી અને નારિયળ ફરશે તેવું કહ્યું હતું ત્યાર બાદ અન્ય એક યુવતી પણ આવી હતી તેને પણ નારિયળ બેસાડી હતી પણ તે યુવતીને કઈ નહિ થતા અન્ય યુવતીને માતાજી નડે છે તેવું કહીને ત્યાંથી રવાના કરી હતી ત્યાર બાદ યુવતીને એક રૂમમાં લઇ ગયા હતા જ્યાં યુવતી સાથે અડપલાં કર્યા હતા.
ત્યાર બાદ અન્ય જગ્યાએ લઇ ગયા હતા ત્યાં પણ એક પોરંબદરથી યુવતીને બોલાવી હતી તેની સાથે પણ દુષ્કર્મ આચર્યું હોવાનું યુવતીએ જણાવ્યું હતું અને ત્યાર બાદ ફરિયાદ કરનાર યુવતી સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું. આમ તાંત્રિક વિધિના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર પાંચ શખ્સો સામે કેશોદ પોલીસમાં ગુનો દાખલ થતા પોલીસે વધુ ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી છે. યુવતી પર દુષ્કર્મ મામલે પોલીસે આરોપી સાગર ભુવાજી, ફેજલભાઈ પરમાર રહે રાજકોટ, વિજયભાઈ વાઘેલા રહે ગોંડલ, નારણભાઈ આહીર અને સિકંદરભાઈ દેખૈયા સહીત પાંચ શખ્સો વિરુદ્ધ એસ્ટ્રોસિટી અને દુષ્કર્મ કલમ હેઠળ ગુનો નોંધી પાંચ શખ્સોને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી છે. જયારે હજુ આ દુષ્કર્મ મામલે હજુ વધુ કોઈ સામેલ છે કે નહિ તે દિશામાં વધુ તપાસ શરુ કરી છે.
યુવતી સાથે કઈ રીતે તાંત્રિક વિધિ કરી હતી
કેશોદમાં દુષ્કર્મ મામલે યુવતીએ જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં લઇ ગયા હતા અને નારીયેળ ઉપર બેસાડી હતી અને કહ્યું હતું કે નારીયેળ ફરશે તેવું કહીને અલગ અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું અને અન્ય યુવતી સાથે પણ તાંત્રિક વિધિ કરી હતી પણ એ યુવતીને માતાજી નડે છે તેવું કહીને જવા દીધી હતી.



