ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર પ્રસ્થાપિત ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તા. 4 થી 10 ઓકટોબર વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
આ વર્ષ 2023ની થીમ સ્પેસ અને ઉદ્યોગ સાહસિકતા છે. 4 ઓક્ટોબર 1957માં સૌ પ્રથમવાર માનવ નિર્મિત ઉપગ્રહ સ્પૂતનિક 1 ને અવકાશમાં તરતો મૂકાવાની અને 10 ઓક્ટોબર 1967માં ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થો સહિત બાહ્ય અવકાશના અન્વેષણ અને શાંતિપૂર્ણ ઉપયોગોમાં રાજ્યોની પ્રવૃત્તિઓને સંચાલિત કરતા સિદ્ધાંતો પરની સંધિ પર થયેલા હસ્તાક્ષરની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્ર્વ અવકાશ સપ્તાહ ની વિવિધતા સભર ઉજવણીમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 550 થી વધારે લોકોએ ભાગ લીધેલ ત્યારબાદ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા મોડેલ રોકેટ મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 200 થી વધારે બાળકોએ ભાગ લીધેલ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા વિશ્વ અવકાશ સપ્તાહ વિશે બાળકોને માહિતી આપવામાં આવેલ.