ચાઇનીઝ દોરી, તુક્કલ, બલુન સહિત 87 નંગ કબ્જે
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ આગામી મકરસંક્રાંતિના તહેવારના અનુલક્ષીને જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરી તથા તુકકલ વેચવા પર પ્રતિબંધ છે છતાં જિલ્લામાં અનેક જગ્યાએ ચાઇનીઝ દોરી અને તુકકલનું વેંચાણ થતુ હોવાની બાતમી મળતા એલસીબી પીઆઇ એસ.એમ.ઇશરાણી તથા સ્ટાફે ઉના સહિત વિસ્તારોમાં રેઇડ કરી હતી.
ગીર સોમનાથ ક્રાઇમ બ્રાંચે ઊનામાં ગાયત્રી કરીયાણાની દુકાન માલીક પિયુષ રામભાઇ મેવાડાને ચાઇનીઝ દોરી અને ફીરકી નંગ.4 કિં.રૂા.400 સાથે ઝડપી પાડેલ તેમજ ઊનાના કેવલ સીઝન સ્ટોર નામની દુકાનમાં ચેકીંગ દરમિયાન ચાઇનીઝ તુકકલ (બલુન) નં.80 કિ.2400 સાથે ગુલાબ ઉર્ફે કેવલભાઇ ઠકકર સામે કાર્યવાહી કરી હતી. એજ રીતે ભાલકાના રહે.અક્ષય ભાવેશ સોલંકી પોતાની બેકીન બહાર ઓટા ઉપર પ્રતિબંધીત ચાઇનીઝ તુકકલ (ફાનસ) નં.3 કિ.રૂા.120 સાથે ક્રાઇમ બ્રાંચે કુલ 3 ઇસમોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.