2015 બાદ 2020માં અવલોકનના આધારે 674 સિંહોની સંખ્યા
22 હજાર ચો.કિમિની જગ્યાએ 30 હજાર ચો.કિમિમાં ગણતરી થશે
- Advertisement -
9 જિલ્લા અને 53 તાલુકામાં સિંહોના આંટાફેરાથી ગણતરીનો વ્યાપ વધ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ જિલ્લાનું ગીર અભ્યારણમાં મુક્ત મને વિહરતા એશિયાટિક સિંહોની ડણક વિશ્ર્વ ભરમાં સંભળાઈ છે. એવા ગુજરાતના ઘરેણાં સમાન સિંહોની વસ્તી ગણતરી છેલ્લે 2015માં થઇ હતી અને ત્યારે 2020માં કોરોના કાળ સમયે અવલોકન કરવામાં આવ્યું હતું જેમાં 674 સિંહોની સાંખ્યનો અંદાજ લાગવામાં આવ્યો હતો જયારે હવે દશ બાદ સિંહોની ગણતરી થશે આ વર્ષ 2025માં સિંહોની ગણતરીમાં વિસ્તાર વધ્યો છે જેમાં પેહલા 22 હજાર ચોરસ કિમિમાં ગણતરી થતી હતી હવે સિંહો તેનો ગુમાવેલ વિસ્તાર ફરી પાછો મેળવ્યો છે તે હવે 30 હજાર ચોરસ કિમિમાં વિહરતા જોવા મળી રહ્યા છે જયારે સિંહો 9 જિલ્લાના 53 તાલુકામાં આંટાફેરા મારતા નજરે ચડ્યા છે.ત્યારે 2025ની વસ્તી ગણતરી તા.10થી 13 મેના રોજ યોજાવાની શક્યતા જોવાઈ રહી છે. આ સિંહ ગણતરી માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે ગુજરાત વન વિભાગ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેમ જાણવા મળી રહ્યું છે.
સિંહ ગણતરી અંદાજને વનતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. છેલ્લા 9 વર્ષથી સત્તાવાર એશિયાઇ સિંહોની વસ્તી ગણતરી અંદાજ કરવામાં આવ્યો નથી. દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી અંદાજ કરવામાં આવે છે. છેલ્લે 2015માં સિંહ વસ્તી અંદાજ થયા બાદ આજ સુધી થયો નથી. વર્ષ 2020માં સિંહોની ગણતરી થવાની હતી પરંતુ કોરોના કાળ હોવાથી વન તંત્રએ દર માસે થતા પૂનમ અવલોકનના આધારે સિંહની સંખ્યાનો અંદાજ જાહેર કર્યો હતો. હવે તા.10 થી 13 મે દરમિયાન સિંહોની વસ્તી ગણતરી થવાની શકયતાો વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આ વખતે વનતંત્ર દ્વારા 25 થી 30 ટકા સિંહોની વસ્તી વધારો દર્શાવવામાં આવે તેવો અંદાજ છે.
- Advertisement -
એશિયા ખંડમાં સિંહો માત્ર ગીર અને હવે સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં વસવાટ કરે ન છે. વન વિભાગ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી પૂર્વે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિંહોની વસ્તી ગણતરી અંદાજનું વાઈલ્ડ લાઈફ ડિવિઝન સાસણ દ્વારા કરવામાં આવશે. હાલ સિંહોના વસવાટ વાળા તમામ વિસ્તારો અને જ્યાં જ્યાં સિંહોની અવર-જવર છે તે તમામ વિસ્તારમાંથી સિંહોના અવલોકનના ડેટા, મારણની વિગતો, રેડીયો કોલરનો ડેટા સહિતની અનેક વિગતો એક્ત્ર કરવામાં આવી રહી છે. આ વિગતો થઈ ગયા બાદ કેવી રીતે અને કેટલા વિસ્તારમાં સિંહોની ગણતરીનો અંદાજ લગાવવો તે નક્કી કરવામાં આવશે. હવે સિંહોની ગણતરીને માત્ર બે માસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. મે માસની પૂનમતા. 12ના છે જેથી તેના એક-બે દિવસ પહેલા અને એકાદ દિવસ પછી કરવામાં આવશે દર વખતે સિંહોની વસ્તી અંદાજ બે તબક્કે કરવામાં આવે છે. જેમાં પ્રથમ 24 કલાક અને ત્યારબાદ બીજા 24 કલાક ગણતરી કરવામાં આવે છે. ગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વખતે પણ વનતંત્ર દ્વારા સિંહોની વસ્તીમાં રપથી 30 ટકા વધારો બતાવવામાં આવે તેવો અંદાજ છે. ગીર તથા ગીરની આસપાસના જીલ્લાઓ અને જ્યાં ભાગ્યે જ સિંહો પહોંચ્યા છે તેવા તમામ વિસ્તારને વસ્તી ગણતરી અંદાજમાં સમાવેશ કરવામાં આવશે. હાલ આવા વિસ્તારમાં કેવા સમયે, કેવી વાળા ! રીતે, કયા રસ્તેથી સિંહો આવે છે તેનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે દર પાંચ વર્ષે થતી ગણતરી ઉનાળાની કાળઝાળ ગરમી અને પૂનમના અજવાળે કરવામાં આવતી હોય છે. પૂનમનું અજવાળું હોવાથી ગણતરી કરવી સહેલી બને છે તથા ઉનાળો હોવાથી મોટાભાગે સિંહો પાણી વાળા વિસ્તારમાં જ હોય છે. જેથી મોટાભાગના સિંહો ગણતરીમાં આવી જાય છે. વન વિભાગ દ્વારા દર માસની પૂનમે સિંહોનું અવલોકન કરવામાં આવે છે તેના આંકડાઓ નોંધવામાં આવતા હોય છે. આ આંકડાઓના અંદાજ મુજબ કંઈ રેન્જમા કેટલા કેટલા સિહો હોય તેનો વનતંત્ર પાસે અંદાજ હોય છે.