ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
ગીર સોમનાથ જિલ્લો જે 110 કિ.મી. લંબાઈની દરિયાઈ હદ ધરાવતો જિલ્લો હોય અને નવાબંદર મરીન પોલીસ સ્ટેશન જે દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ અગત્યનું પોલીસ સ્ટેશન હોય જેથી દરિયાઈ સુરક્ષા માટે ટેકનીકલ સર્વેલન્સ ઉભું કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવા આઈ.જી.પી. નીલેશ જાંજડીયા જૂનાગઢ રેન્જ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરી ઉના વિભાગ ઉના દ્વારા નવાબંદર ટાઉનમાં દરિયાઈ સુરક્ષાના ઉમદા હેતુ સાથે સીસીટીવી કેમેરા લગાવવા નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર પી. જે. બાંટવાનાઓને સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
જે અનુસંધાને સીસીટીવી કેમેરા લગાવવા સારુ કોડીનાર ખાતે નવું નિર્માણ પામી રહેલા શાપુરજી પાલનજી કંપની છારા અંબુજા કંપની કોડીનાર તથા શાંતી ઈન્ફ્રાસ્ટ્રકચર નવાબંદરનાઓને સંપર્ક કરી સીસીટીવી કેમેરા લગાવવા બાબતે ચર્ચા કરવામાં આવતાં તેમના તરફથી સીસીટીવી કેમેરા લગાવવા સહયોગ આપવા સહમતિ દર્શાવેલી હતી જે બાદ નવાબંદર પોલીસ સબ ઈન્સ. પી. જે. બાંટવા તથા નવાબંદર મરીન સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા તે અંગેના લોકેશન નક્કી કરી અગત્યના દરેક પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવા આવ્યા છે અને આ અંગેનો કંટ્રોલ રૂમ નવાબંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલા છે અને નવાબંદર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
જે ઉપરોક્ત લગાવેલ કેમેરાનું આજરોજ ધારાસભ્ય કે. સી. રાઠોડ ઉના તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરી ઉના વિભાગ ઉના તથા સી.પી.આઈ. તાલાળા તથા અન્ય પોલીસ અધિકારી તથા નવાબંદર ગામના સરપંચ તથા ઉપસરપંચ તથા ગામના ઉપસ્થિત અન્ય આગેવાનોની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.