આસો નવરાત્રીનાં છઠ્ઠાં દિવસે માં કાત્યાયનીનાં આશીર્વાદ મેળવવાથી તમારા તમામ અટકાલેયા કામ પાર પડશે. છઠ્ઠાં નોરતે માં દુર્ગાનાં પહેલા સ્વરૂપનું પૂજન આ રીતે કરવું જોઈએ.
દેશભરમાં માં દુર્ગાની નવરાત્રી પર્વની ધૂમધામથી ઊજવણી કરવામાં આવે છે. નવરાત્રીમાં જો વિધિ-વિધાનથી માંનું પૂજન કરવામાં આવે તો સમગ્ર પરિવાર પર માતાજીની કૃપા વરસતી રહે છે. નવરાત્રીનાં આજે એટલે કે છઠ્ઠાં નોરતે આપણે માં કાત્યાયનીનાં ભવ્ય દર્શન કરવા જોઈએ. એટલું જ નહીં પવિત્ર મનથી માંનું વિધિવત પૂજન કરવું જોઈએ.
- Advertisement -
માં કાત્યાયનીનું સ્વરૂપ
માં દુર્ગાનાં આ સ્વરૂપને સફળતા અને યશનું પ્રતીક માનવામાં આવે છે. માં કાત્યાયની માં સિંહ પર સવાર હોય છે. તે ચતુર્ભુજ છે. 2 ભુજાઓમાં કમળ અને તલવાર ધારણ કરેલ છે. માંની એક ભુજામાં વર મુદ્રા અને બીજી ભુજા અભય મુદ્રામાં રહે છે.
મા કાત્યાયની પૂજાની રીત
– સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું.
– સ્વચ્છ વસ્ત્રો પહેરવાં.
– માતાની મૂર્તિને શુદ્ધ જળ અથવા તો ગંગા જળથી સ્નાન કરાવો.
– માતાને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો.
– આ બાદ માતાજીને ફૂલ અને કુમકુમ ચઢાવો.
– માંને પાંચ પ્રકારના ફળ અને મીઠાઈઓ અર્પણ કરો.
– માતા કાત્યાયનીને મધ પણ ધરાવો.
– માંનું ધ્યાન કરો અને એ બાદ આરતી કરો.
- Advertisement -
માં કાત્યાયની મંત્ર
ॐ देवी कात्यायन्यै नम:॥
मां कात्यायनी का प्रार्थना मंत्र
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद् देवी दानवघातिनी॥
માં કાત્યાયની સ્તુતિ મંત્ર
या देवी सर्वभूतेषु मां कात्यायनी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥