BRI કરાર ઈટાલી અને ચીન વચ્ચે મિત્રતાનું પ્રતિક હતો, પ્રોજેક્ટમાંથી ઇટાલીના બહાર થયા બાદ ચીનની પ્રતિક્રિયા જોવા જેવી
ખાસ-ખબર સંવાદદાતા
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ડ્રીમ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (ઇછઈં) હવે મુશ્કેલીઓમાં ફસાઈ રહ્યો છે. ઇટાલીએ હવે સત્તાવાર રીતે આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના નેતૃત્વમાં એક કાર્યકારી ટીમે ચીનની સરકારને આ અંગે માહિતી આપી છે. ઈટાલીના આ નિર્ણયને જિનપિંગ અને ચીન માટે મોટી સમસ્યા ગણાવવામાં આવી રહી છે. ઈટાલી યુરોપનો પહેલો દેશ છે જે ઇછઈંમાં જોડાવા માટે સંમત છે. પીએમ મેલોની હંમેશા આ પ્રોજેક્ટની વિરૂદ્ધ બોલ્યા છે.
ઇછઈં કરારને ઈટાલી અને ચીન વચ્ચે મિત્રતાનું પ્રતિક માનવામાં આવતું હતું. ઇટાલિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે થોડા દિવસો પહેલા, ઇટાલિયન સરકારે પીએમ મેલોનીની આગેવાની હેઠળની એક ટીમ વતી, ચીની અધિકારીઓને કરાર રદ કરવા માટે એક નોંધ મોકલી હતી. આ નોટ મોકલતા પહેલા ચીનને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આ નોંધની સાથે ઇટાલીએ ચીનની સરકારને ચાર વર્ષ બાદ ઇછઈંમાંથી બહાર નીકળવાની પણ જાણકારી આપી હતી. ઇટાલી અને ચીન વચ્ચે પડદા પાછળ કેટલાંક અઠવાડિયાં સુધી વાટાઘાટોના કેટલાય રાઉન્ડ થયા પરંતુ કોઈ ફાયદો થયો નહીં.
ઇટાલિયન સમાચાર વેબસાઇટ ડાયરિયો પોલિટિકોએ અહેવાલ આપ્યો છે કે કેટલીક રાજદ્વારી ગેરસમજને કારણે ઇટાલીએ મૌખિક નોંધ તૈયાર કરી હતી. આ નોંધમાં બંને દેશો વચ્ચેના સંબંધો ફરી શરૂ કરવા માટે જરૂરી વ્યૂહાત્મક મિત્રતાના વચનો પણ સામેલ હતા. ઇટાલીના રાજકીય નિષ્ણાતોના મતે, ચીને ભૂતપૂર્વ પીએમ જ્યુસેપ કોન્ટેને આ બહુ-અબજો ડોલરના પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે ફસાવ્યા હતા. આમાં ઈટાલીની સંડોવણીથી અમેરિકા ખૂબ નારાજ હતું. ઇટાલીએ ઔપચારિક રીતે તેનાથી દૂરી કરી છે. ઇટાલિયન સરકારે આ કરારને રદ કરીને બહાર જવાનું પસંદ કર્યું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇટાલીએ કરારની શરતોમાં ફેરફાર કરીને આ સ્થિતિને ટાળવાના ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ ચીનની સરકારે આ શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ઇટાલી એકમાત્ર ૠ7 દેશ હતો જે આ પ્રોજેક્ટમાં સામેલ હતો. હવે જોવાનું એ રહે છે કે ચીન આ અંગે કેવી પ્રતિક્રિયા આપે છે. જો કે હજુ સુધી બંને દેશો તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. 23 માર્ચ, 2019 ના રોજ, તત્કાલિન ઇટાલિયન પીએમ જિયુસેપ કોન્ટેએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.