-પાક-બાંગ્લાદેશ-માલદીવ સહિતના 40 દેશોએ જોર્ડનના પ્રસ્તાવને ટેકો આપ્યો: ભારતે આતંકી સંગઠન હમાસના હુમલા સહિતના સુધારા રજુ કર્યા હતા
-જો કે પ્રસ્તાવની કોઈ અસરકારકતા નથી: 120 દેશોએ ટેકો આપતા મંજુર
- Advertisement -
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ફરી એક વખત ગાઝામાં યુદ્ધ વિરામના પ્રસ્તાવને રજુ કરાયો હતો. ભારતે આ પ્રસ્તાવને ટેકો આપવા ઈન્કાર કર્યો હતો. અગાઉ સલામતી સમીતીમાં પ્રથમ વિરામ અંગેના પ્રસ્તાવને અમેરિકાએ વીટો કરી દીધો હતો તો આજે રાષ્ટ્રપતિની મહાસભામાં જોર્ડન દ્વારા યુદ્ધ વિરામ અંગે કરાયેલો પ્રસ્તાવ ભારે બહુમતીથી મંજુર થયો.
જેમાં ઈઝરાયેલ આ યુદ્ધને માનવીય સહાયતા માટે તુર્તમાંજ યુદ્ધ વિરામ માટે અનુરોધ કરવામાં આવ્યું હતું. ભારતે આ પ્રસ્તાવની ભાષા સામે દર્શાવ્યો હતો. કારણ કે તમો હમાસ શબ્દનો કોઈ ઉલ્લેખ જ ન હતો.
ફકત એટલું જ જણાવ્યું કે, ગાઝાપટ્ટીમાં માનવીય સહાય વિના વિધ્ને પહોંચી. જો કે તે માટે યુદ્ધ વિરામ થવું જોઈએ. આ પ્રસ્તાવને પાકિસ્તાન-બાંગ્લાદેશ-માલદીવ રશિયા- દક્ષિણ આફ્રિકા સહિત 40 દેશોનો ટેકો હતો ત્યારે ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, જાપાન, યુક્રેન અને બ્રિટને પ્રસ્તાવના મતદાનમાં ભાગ લીધો ન હતો. છતાં પણ રાષ્ટ્રસંઘના 199 દેશોની આ બેઠકમાં 120 દેશોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું.
- Advertisement -
14 દેશોએ વિરોધ કર્યો અને ભારત સહિત 40 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. ભારતે પ્રસ્તાવમાં હમાસના ઈઝરાયેલ પર આતંકી હુમલા અને બંધક બનાવની ઘટનાને સ્પષ્ટરૂપે નકારી કાઢવા તથા તેની ટીકા કરવાના વિધાનો સામેલ તથા બંધકોને કોઈ શર્ત વગર તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગ પણ ઉમેરવા જણાવ્યું હતું.
ભારત સહિત 87 દેશોએ આ સુધારાની તરફેણમાં મતદાન કર્યુ. 55 એ તેની વિરોધમાં મતદાન કર્યુ અને 23 ગેરહાજર હતા. જો કે આ પ્રસ્તાવ પસાર થયો એ ફકત ઔપચારીકતા જ છે. રાષ્ટ્રસંઘની સલામતી સમીતીએ અગાઉ જ આ પ્રકારનો પ્રસ્તાવ નકારાયો હતો.