5.1 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતે છેલ્લા 12 મહિનામાં પાંચ અબજોપતિ ઉમેર્યા છે, કારણ કે કેમિકલ, સોટવેર અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ધંધાના મૂલ્ય વધ્યું છે. પારંપરિક અબજોપતિમાંથી ગૌતમ અદાણી (ઉંમર 59) અને પરિવાર, 5.1 લાખ કરોડની (261%ની વૃદ્ધિ) સાથે, પહેલીવાર એશિયાના બીજા સૌથી વધુ ધનિક બન્યા છે. તેમના પરિવારે ગયા વર્ષની સરખામણીમાં એક દિવસમાં 1 હજાર કરોડ રૂપિયાનો ઉમેરો કર્યો છે. મુકેશ અંબાણી (ઉંમર 64) 7.2 લાખ કરોડ રૂપિયાની સાથે સતત 10મા વર્ષે સૌથી ધનિક ભારતીય બન્યા છે. કોમોડિટીની કિંમતોમા વધારો થવાથી લક્ષ્મી મિત્તલ (ઉંમર 71) અને કુમાર મંગલમ બિરલા (ઉંમર 54) સહિતના ધનાઢ્ય ભારતના ટોપ 10મા સામેલ થયા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના વેક્સિન કિંગ સાયરસ એસ પૂનાવાલા, જેમની સંપત્તિ વધીને 1,63,700 કરોડ રૂપિયા થઈ છે તેઓ છઠ્ઠા સ્થાને છે. ગૌતમ અદાણીના ભાઈ વિનોદ શાંતિલાલ અદાણી, જેઓ દુબઈમાં ટ્રેડિંગ બિઝનેસ ધરાવે છે, તેમણે પણ બિરલાની સરખામણીમાં ટોપ 10મા સ્થાન મેળવ્યું છે, તેમની સંપત્તિ ત્રણ ગણી વધીને 1.31 લાખ કરોડ રૂપિયા થઈ છે.
- Advertisement -
છેલ્લા એક દશકામાં સંપત્તિ સર્જનની સૌથી ઝડપી ગતિ જોવા મળી છે, જેમાં ભારતના ધનિકોએ છેલ્લા 10 વર્ષથી રોજની 2,020 કરોડ રૂપિયાની સંપત્તિ ઉમેરી છે. હુરુન, કે જે આઈઆઈએફએલ વેલ્થ મેનેજમેન્ટની સાથે મળીને ભારતના અતિ-ધનિકોની યાદી તૈયાર કરે છે, તેણે આ વર્ષના રેક્ધિંગમાં છેલ્લા એક દશકાના ટ્રેન્ડને પણ દર્શાવ્યા છે. આઈઆઈએફએલ હેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યા દસ વર્ષ પહેલા માત્ર 100થી વધીને આજે 1,007 થઈ ગઈ છે. આ દરથી, પાંચ વર્ષમાં મને આશા છે કે લિસ્ટ 3 હજાર વ્યક્તિઓ સુધી વધશે. આઈઆઈએફએલ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટએ ભારતની આર્થિક વૃદ્ધિનું પ્રતિબિંબ છે, તેમ હુરુન ઈન્ડિયાના એમડી અને મુખ્ય સંશોધનકર્તા અનસ રહમાન જુનૈદે જણાવ્યું હતું. જુનૈદના જણાવ્યા પ્રમાણે, એક દશકા પહેલા ભારતમાં ટોપ-10મા સામેલ થવા માટે કટ-ઓફ 30,800 કરોડ રૂપિયા હતો, જે વધીને 1,21,600 કરોડ રૂપિયા થઈ ગયો છે. જો કે, ટોપ 100મા સામેલ થવા માટેનો કટ ઓફ 1,800 કરોડથી નવ ગણો વધીને 16,800 કરોડ રૂપિયા થઈ ગયો છે. ફાર્મામા ધનિકોની યાદીમાં 130 વ્યક્તિઓની સાથે સંપત્તિ સર્જનમાં ફાર્માનો સૌથી મોટો ફાળો રહૃાો છે, ત્યાર બાદ કેમિકલ (98) અને સોટવેર (81) છે. 59 નવા અબજોપતિના ઉમેરા બાદ, આ સંખ્યા 237 પર પહોંચી ગઈ છે.