સુપરહિટ ટીવી સીરીયલ ‘અનુપમા’માંથી ગૌરવ ખન્નાની એકિઝટ થઇ ગઇ છે. પાકું થઇ ગયું છે. ‘અનુપમા’માં અનુજ કાપડિયાનો રોલ ભજવતા ગૌરવે પોતે આ વાત એક ઇન્ટરવ્યુમાં કહી છે. ગૌરવે બે મહિનાથી આ સીરીયલ માટે શૂટીંગ નહોતું કર્યું એને પગલે તેના ચાહકોના મનમાં સવાલ હતો કે, તે સિરિયલમાં પાછો ક્યારે જોવા મળશે. જો કે ગૌરવે હવે આ સવાલનો જવાબ આપી દીધો છે.
ગૌરવે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સિરિયલના પ્રોડયુસર રાજન શાહીએ મારા પાત્રની ગ્રેન્ડ રી-એન્ટ્રી વિશે મારી સાથે ચર્ચા કરી હતી અને અમે આ ચર્ચા નક્કર સ્વરૂપ ધારણ કરે એના માટે બે મહિના રાહ જોઇ. જો કે સીરીયલની વાર્તા આગળ વધે એ મહત્વનું છે અને વધુ રાહ જોવાનો કોઇ અર્થ નથી એટલે રાજનસરને પણ એવું લાગ્યું કે મારે હવે કંઇક મોટું કરવા તરફ ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.
- Advertisement -
એટલે અત્યારે તો અનુજનું પ્રકરણ સમાપ્ત થઇ ગયું છે એમ જણાવતા જો કે ગૌરવ ખન્નાએ કહ્યું હતું કે, જો વાર્તાની ડિમાન્ડ હશે અને મારા શેડ્યુલમાં બેસતું હશે તો મને પાછા ફરવાની મજા આવશે.