LCB ઝોન 1ની ટીમે આરોપીને દબોચી લઈ 4 એટીએમ કાર્ડ કબજે કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જામનગર રોડ પર આવેલ સત્યમશીવમ સુંદરમ સોસાયટીમાં રહેતા અને મનપાના સીનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ નારસિંહ ઝાલાએ એ ડિવીઝન પોલીસમાં અજાણ્યા શખસનું નામ આપી ફરિયાદ નોંધાવી છે જેમાં ગત.તા.28ના તેઓનો પગાર જમા થયો હતો અને તેઓને પૈસાની જરૂરીયાત હોવાથી જીમખાના નજીક આવેલ એટીએમમાં ઉપાડવા ગયા હતા ત્યારે કાર્ડ મશીનમાં નાખતા પૈસા ઉપડયા નહીં જેથી તેઓ બેંકના અધિકારીને મળ્યા અને પૈસા ન ઉપડયાની વાત કરતા અધિકારીએ બીજીવાર પ્રયત્ન કરવાનું કહેતા જેથી તેઓ ફિર એટીએમમાં ગયા અને પાસવર્ડ નાખતા હતા ત્યારે તેની પાછળ ઉભેલા અજાણ્યા શખસે કહ્યું કે લાવો તમારૂ એટીએમ હું તમને પૈસા ઉપાડી આપુ જેથી તેઓએ અજાણ્યા શખસને કાર્ડ આપ્યું હતું. બેન્કમાં તપાસ કરતા પોતાનું એટીએમ કાર્ડ બદલાય ગયુ હોય અને ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોય અને ફરીયાદ નોંધાવતા એલસીબી ઝોન-1 પીએસઆઈ બી.વી. બોરીસાગર અને ટીમે દીપકસિંહ અને સંતોષસિંહ સેંગારને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખી 25 હજાર રોકડા અને 4 એટીએમ કાર્ડ કબ્જે કર્યા છે.



