લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે ઓક્સિજન મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં ગેસ લીક થવાને કારણે પાંચ લોકો બેહોશ થઈ ગયા હતા
લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે ઓક્સિજન મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં ગેસ લીક થવાને કારણે પાંચ લોકો બેહોશ થઈ ગયા હોવાના અહેવાલ છે. ટેન્કરમાંથી ફેક્ટરીના ટેન્કરમાં ગેસ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ ફેક્ટરી ઓક્સિજન ગેસ તૈયાર કરે છે.
- Advertisement -
ઘટનાસ્થળે ટીમ દોડી આવી
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમે સમયસર લોકોને બચાવ્યા હતા. વહીવટીતંત્રે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને માર્ગને અવરજવર માટે ડાયવર્ઝન કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે ગ્યાસપુરામાં ઓક્સિજન બનાવતી ફેક્ટરીમાં CO2 ગેસનું ટેન્કર આવ્યું હતું. જેમાં ફેક્ટરીના ટેન્કરમાં ગેસ ટ્રાન્સફર કરવાનો હતો. આ દરમિયાન ગેસ લીક થવા લાગ્યો અને ફેક્ટરીની અંદર અફરાતફરી મચી ગઈ હતી.
Punjab | Liquid Carbon Dioxide gas leaked in Ludhiana's Oxygen manufacturing factory; Punjab police sealed the factory's nearby area
There was some leakage when a 12-tonne tanker arrived to transfer the liquid CO2 to the main storage unit: Rahul Chaba, Addl Dy Commissioner (Gen) pic.twitter.com/vRodjydTvO
- Advertisement -
— ANI (@ANI) November 1, 2022
લોકોએ પોતાના જીવ બચાવવા ભાગ્યાં
આ પછી લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં ભાગવા લાગ્યા હતા. તે જ સમયે, ઘણા કામદારો સમયસર ફેક્ટરીમાંથી બહાર આવ્યા, જ્યારે કેટલાક લોકો ફેક્ટરીની અંદર ગેસમાં ફસાઈ ગયા. આ દરમિયાન કેટલાક લોકો બેહોશ પણ થઈ ગયા હતા. તેમને બહાર કાઢ્યા પછી થોડી રાહતની હાસ આવી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
કહેવામાં આવી રહ્યું છે કે પાંચ લોકોની હાલત ખરાબ થઇ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. માહિતી મળતાં જ આરોગ્ય, ફાયર અને પોલીસ પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સામાન્ય લોકોને પરેશાન ન થાય તે માટે પોલીસે વિસ્તારને સીલ કરી દીધો હતો અને લોકોને ત્યાં જતા અટકાવ્યા હતા. ગેસ લીક થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારબાદ જ કંઈક કહી શકાશે. જોકે, સૂત્રોનું કહેવું છે કે ગેસ ટ્રાન્સફર કરતી વખતે પાઇપ ફાટવાના કારણે આ ગેસ લીક થયો છે.