ભવ્ય લેઝર શો અને આતાશબાજી સાથે સહિયર ગ્રૃપ સિલ્વર જ્યુબીલીની કરશે ઉજવણી
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ નોરતે પુષ્પવૃષ્ટિ સાથે માતાજીને મંદિરમાં બિરાજિત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ પર સહિયર રાસોત્સવ નવા રંગરૂપ સાથે સજ્જ થઇ રહ્યુ છે. તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ખેલૈયાઓ મા જગદંબાની આરાધના કરવા અને રાસ ગરબા રમવા માટે આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ઉ5રાંત રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં આગવું સ્થાન ધરાવતા સહિયર ગ્રુપ સતત 25માં વર્ષે રાસોત્સવનું ધમાકેદાર આયોજન કરવા જઇ રહ્યુ છે ત્યારે સહિયર ગ્રુપ આ વર્ષે કેક કટિંગ, ભવ્ય લેઝર શો અને આતાશબાજી સાથે સિલ્વર જ્યુબીલી વર્ષ મનાવવા જઈ રહ્યું છે. ત્યારે આ વર્ષને યાદગાર બનાવા માટે નવરાત્રીના નવે નવ નોરતે નવા ઉત્સવનો પ્રકલ્પ સહિયરમાં સિધ્ધ થવા જઈ રહ્યો છે. રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ નોરતે માં ના આગમનને વધાવવા માતાને પાલખીમાં બિરાજિત કરી વાજતે-ગાજતે ફુલેકા સામૈયા તથા પુષ્પવૃષ્ટિ કરી મંદિરમાં બિરાજિત કરાશે. સહિયરની પરંપરા મુજબ હજારો ખલૈયાઓ ગરબીના આરંભ પહેલા માતાની આરતી કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યુ છે. સહિયર રાસોત્સવના ભૂતપૂર્વ આયોજકો-સહિયરના કિંગ-કિવનને બિરદાવી એમને સન્માનિત કરવામાં આવશે.
સહિયરના પ્રાંગણમાં પ્રવેશ કરતા જ એક અલૌકીક વાતાવરણનો અનુભવ થશે તેવા આગમન દ્વારથી શરૂ કરી વિશાળ પ્લે ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને રમી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. દિવસના અજવાળા જેવી ફલડ લાઇટીંગ સાથે ફૂલ ફર્નીશડ ફલોરીંગ એ સહિયર રાસોત્સવની ઓળખ છે. તેમજ ખેલૈયાઓને થીરકવા માટે મજબૂર કરી દે તેવી હાઇટેક સાઉન્ડ સિસ્ટમ સમગ્ર ગ્રાઉન્ડ ગજાવશે. તાલથી જમાવટ કરતા વિખ્યાત ડ્રમર હિતેશ ઢાંકેચા અને દર્શન ઢાંકેચા ફરી એકવાર ઉડે તો જ હા મોજની સાથે ગરબે રમાડશે. આ ઉપરાંત રવિ ઢાંકેચા અને સાગર-રવિની જોડી સુમધુર સંગીતના સૂર રેલાવશે. ખેલૈયાઓની વર્ષોથી પહેલી પસંદ ગરબા કિંગ રાહુલ મહેતા, લોક ગાયિકા અપેક્ષા પંડયા અને બોલીવુડ સીકવન્સમાં તેજશ શિશાંગીયા જીલ એન્ટરટેનમેન્ટ સંગીત ગ્રુપ સાથે જમાવટ કરશે.
સમગ્ર રાજકોટના આકર્ષણનું કેન્દ્ર બને તેવું હાઇટેક સ્ટેજ સહિયર આકાર લઇ રહ્યુ છે. સહિયરનું 25મું વર્ષ તમામને યાદગાર રહે તે માટે ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ આયોજકો ચંદુભાઈ પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, જયદીપ રેણુકા, પ્રકાશ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, કુણાલ મણિયાર, પિયુષ રૈયાણી, રવિરાજસિંહ જાડેજા, કરણ આડતીયા, અભિષેક અઢીયા, પ્રતીક જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલ નથવાણી, રાજવીરસિંહ ઝાલા, દીપકસિંહ જાડેજા, નિરવ પોપટ, દિવ્યરાજસિંહ જાડેજા, આકાશ કાથરાણી, અનીષ સોની, અભિષેક શુકલા, મામા સરકાર, રૂપેશ દત્તાણી, નરેન્દ્રસિંહ જાડેજા, વજુભાઇ ઠુમ્મર,જતીન ઓડસરા, યુવરાજસિંહ ચુડાસમા, શૈલેષ ખખ્ખર, નિલેશ તુરખિયા, ધર્મેશ રામાણી, મીત વેડિયા, મનસુખ ડોડીયા, સુનિલ પટેલ, અહેમદ સાંધ, શૈલેષ પંડયા, રવિ આડેસરા, તિર્થરાજસિંહ ગોહિલ તેમજ ડો. ઈન્દ્રવિજયસિંહ રાણા જહેમત ઉઠાવી રહ્યા છે.



