કાલાવડ રોડ ઉપર સોસાયટીમાં તરખાટ મચાવતી ટાબરીયા ગેંગ
15થી 40 હજારની રોકડી કરી લેતી ગેંગ CCTVમાં કેદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વધતી જતી ઘરોડ ચોરીના ગુનાઓ વચ્ચે હવે મોંઘીદાટ કારના લોગો ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી ટાબરિયા ગેંગ સક્રિય થઇ છે જે પાર્ક કરેલી મોંઘીદાટ કારના લોગો ચોરી કરી રહી છે 15 કારના લોગોની ચોરી કરી બજારમાં 15થી 35 હજારમાં વેચાતા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે આ ગેંગ સીસીટીવીમાં કેદ થઇ ગઈ હોય સ્થાનિકોએ તાલુકા પોલીસમાં અરજી કરી છે.
રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ સાંઈનાથ સોસાયટી અને જગ્ગનાથ સોસાયટીમાં એકાદ સપ્તાહથી ટાબરિય ગેંગ સક્રિય થઇ છે. જે બપોરના સમયે કોઈ બહાર ન હોય ત્યારે સાયકલ ચલાવવાના બહાને નીકળે છે અને ચોરીને અંજામ આપે છે આ વિસ્તારમાં રહેતા મૌલિકસિહ વાઢેરએ જણાવ્યું હતું કે અમારી બંને સોસાયટી સીસીટીવીથી સજ્જ આ વિસ્તારમાં પાર્ક કરેલી બીએમડબલ્યુ, મર્સિડીઝ સહિતની કરોડો રૂપિયાની મોંઘીદાટ કારના લોકો કોઈ ધારદાર પતરાથી તોડીને ચોરી કરવામાં આવી રહી છે આ ટાબરિય જ ચોરીને અંજામ આપી રહ્યા છે આ ઉપરાંત આ મોંઘીદાટ કારની વ્હીલ પ્લેટ પણ ચોરી કરવામાં આવી રહી છે.
આ બે સોસાયટીમાંથી 15 કારના લોગો ચોરી થયા હોવાનું જાણવા મળ્યું છે. મોંઘીદાટ કારના લોગો 15 હજાર રૂપિયામાં અને ટાયરની વ્હીલ પ્લેટ 35થી 40 હજાર રૂપિયામાં વેચાતા હોવાનું જાણવા મળ્યું છે ચોરી કરતી ટાબરિયા ગેંગ સીસીટીવીમાં પણ કેદ થઇ ગઈ છે આ અંગે સ્થાનિક રહીસો દ્વારા તાલુકા પોલીસમાં અરજી પણ આપવામાં આવી છે.