દાહોદની ગેંગ રાત્રીના સમયે બારી-દરવાજાના લોક તોડી ચોરીને અંજામ આપતી’તી
પકડાયેલા તસ્કર પાસેથી 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત : ચાર શખ્સની શોધખોળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લોધીકાના દેવડા ગામે આવેલ કામધેનુ પોલીપ્લાસ્ટ કારખાનાની ઓફિસમાંથી રૂ.5.50 લાખની રોકડ ઉઠાવી તસ્કરો ફરાર થઇ ગયાના ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખવામાં રૂરલ પોલીસને સફળતા મળી છે ચડ્ડી બનીયનધારી ગેંગના સાગરીતને પકડી પાડી 1.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બનાવ અંગે રાજકોટના કુવાડવા રોડ પર આવેલ શ્રીનાથ પાર્કમાં રહેતા 48 વર્ષીય પ્રૌઢ વેપારી સુરેશભાઈ શીવજીભાઈ મારકણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે લોધીકાના દેવડા ગામ ખાતે દેવડા ગામ જવાના રસ્તે કામધેનું પોલીપ્લાસ્ટના નામે પી.વી.સી. પાઈપ અને ફીટીંગ્ઝનું કારખાનું ભાગીદારીથી ચલાવે છે આ કંપનીમાં ગઇ તા.24ના તસ્કરો ઘૂસી ગયા હતા અને ઓફીસના દરવાજા તોડી રૂ. 5.50 લાખ ભારે બેગ ચોરી નાસી છૂટયા હતા કંપનીના સીસીટીવી ફુટેજ ચેક કરતા તા.24 ના રાત્રીના 01/15 વાગ્યાથી 01/45 વાગ્યા દરમ્યાન ત્રણ અજાણ્યા શખ્સો મોઢાના ભાગે કાળુ કપડુ બાંધી ઓરડીએ અવર જવર કરવા માટે રાખેલ લોખંડના નાના દરવાજાનો લોક તોડી રસોડાના ભાગથી ઓફીસ તરફ આવી મેઇન દરવાજાનો લોક તોડી સીડી મારફતે ઉપરના માળે ચડી બીજા માળે આવેલ પંકજભાઈની ઓફીસના કાચના દરવાજાનો લોક કોઇ સાધન વડે તોડી ટેબલના ખાનામાં રાખેલ બેગ લઈને જતા ધ્યાને આવ્યા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી મેટોડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી ગુનાની ગંભીરતા પારખી રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકરસિંહ દ્વારા ગેંગને તાત્કાલીક પકડી પાડવાની સુચનાથી ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા અને મેટોડા પીઆઇ એસ.એચ.શર્માની રાહબરીમાં એલસીબી પીએસઆઇ એચ.સી.ગોહીલ, મેટોડા પીએસઆઇ એન.બી.ઝાલાએ અલગ અલગ ટીમો બનાવી આશરે 70 જેટલા સીસીટીવી કેમેરાઓ ચેક કરી તપાસના અંતે મૂળ દાહોદના હાલ પડધરીના નાની અમરેલી ગામે રહેતા તસ્કર માજુ મેઘજી બામણીયા ઉ.30ને પકડી પાડી ઈ ગુજકોપના આધારે તપાસ કરી પકડાયેલ શખ્સ અને તેની સાથેના સહ-આરોપીના ગુન્હાહીત ઈતીહાસ મેળવી ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ હતો પકડાયેલ શખ્સ સાથે ચોરી કરવામાં દાહોદનો મુકેશ મળીયા ભાંભોર, રાજવીર ભરતભ ભાંભોર, નીતીન ગોપસીંગ મોહનીયા અને મુકેશ મડીયા ભાભોર સામેલ હોવાની કબૂલાત આપતાં પોલીસે તેની પણ શોધખોળ આદરી છે ગેંગના પકડવાના બાકી નીતિન મોહનીયા અને રાજવીર ભરત વિરુદ્ધ રાજ્યના અલગ અલગ શહેરોમાં ચોરી સહિતના અનેક ગુના નોંધાયેલા છે.