રાજકોટના ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ દ્વારા આ વર્ષે સિન્દૂર યુદ્ધની અનોખી થીમ સાથે ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણપતિ બાપાની સ્થાપના સાથે ફાઈટર પ્લેન અને ભારત માતાનો નકશો પણ રજૂ કરવામાં આવ્યો છે. આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, વિશેષતા એ છે કે ધર્મરક્ષક પરિષદ છેલ્લા 20 વર્ષથી સતત ગણેશોત્સવની ઉજવણી કરી રહી છે. ખાસ કરીને અહીં ભારત માતાનું સ્થાપન કરવામાં આવે છે અને દરરોજ આરતી બાદ વંદે માતરમનું ગાન કરી દેશભક્તિનો માહોલ સર્જવામાં આવે છે.