નાયક અને વિનાયક એટલે કે કાર્તિક અને ગણેશ જેમ ભાઈઓ છે એમ જ્ઞાન અને વિજ્ઞાન બે એક સિક્કાની
બે બાજુઓ છે…
શુભદાયક લાભદાયક કાર્યના આરંભે ગણેશ સ્તુતિ કરવાની પરંપરા છે.. ગણેશ ની સ્તુતિ થાય છે. કાર્તિક એમના મોટાભાઈ છે પણ એમની સ્તુતિ નથી થતી.. પ્રચલિત વાર્તામાં જ્યારે શિવ પાર્વતી પોતાના બે પુત્રોને પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરવાનું કહે છે ત્યાંરે કાર્તિક પોતાનું વાહન લઈને નીકળી પડે છે પરંતુ ગણપતિ પોતાના માતા-પિતા એટલે કે શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરે છે..
- Advertisement -
શું કાર્તિકની કાંઈ ભૂલ થઈ ગઈ?? શું કાર્તિક પોતાના માતા-પિતાની રિસ્પેકટ કરતા નહોતા ??
નહિ, કાર્તિકની કશી ભૂલ થઈ નથી, કાર્તિક વધુ બળવાન છે. કાર્તિક શિવ અને પાર્વતી શક્તિ ના સાચા પુત્ર છે કેમકે તે શિવ અને શક્તિના સાયુજ્ય થી ઉત્પન્ન થયેલ છે, જ્યારે ગણેશ ઉત્પન્ન થયા નથી તે પ્રગટ થયા છે.. તે જેમ જ્ઞાન સ્ફુરે તેમ સ્ફૂર્યા છે. કાર્તિકને જ્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહેવામાં આવે છે ત્યારે તે પોતાનું વાહન લઈને નીકળી પડે છે બહુ નોંધવા જેવું છે કે તેમની શક્તિશાળી વાહન છે… કાર્તિક પાસે વિજ્ઞાનની શક્તિ છે.. ગણેશ પાસે જ્ઞાનની શક્તિ છે.
કાર્તિક દેવોના સેનાપતિ છે ગણનાયક છે જ્યારે ગણેશ ગણોના અધિપતિ છે પણ નાયક નથી વિનાયક છે.સંસ્કૃતમાં વિ પૂર્વગ એટલે કે ાયિરશડ્ઢનો ઉપયોગ સમજવા જેવો છે. જ્યાં જ્યાં આગળ “વિ” લાગતો હોય ત્યાં હંમેશા કશુંક વિશિષ્ટ હોય છે.. જ્ઞાન અને વિજ્ઞાન માં પણ આં જ વાત છે. જેમ ગણપતિ પ્રગટે છે એમ જ્ઞાન પણ પ્રગટે છે..
જ્ઞાનને પામવા માટેની લેબોરેટરી ની જરૂર નથી.. વેદો ના રચયિતા દ્રષ્ટાઓ, આઇન્સ્ટાઇન કે સ્ટીવન હોકિંગ આ બધા જ્ઞાની છે, વિજ્ઞાની નથી.. કોઈ પ્રયોગશાળા વિના એક જગ્યાએ બેઠા બેઠા તે બ્રહ્માંડના રહસ્યોનો તાગ મેળવે છે.. તેમને લેબોરેટરી ની જરૂર નથી , કોઈ યંત્રની જરૂર નથી. તેમને મગજમાં જ્ઞાનની સ્ફુરણા થાય છે. જ્ઞાન હમેશા ગણપતિ ની જેમ સ્ફુરતું હોય છે , કાર્તિક ની જેમ પ્રયાસો બાદ જન્મ લેતું નથી. આઈન્સ્ટાઈનને સાપેક્ષવાદ સ્ફૂર્યો છે, ઓગસ્ટસ બેન્ઝીન ને બેનઝીન નું અણીમાળખું સ્ફુરેલું છે.. હોકિંગને સમય અને બ્રહ્માંડ અંગેની વિભાવનાઓ અંદરથી ઉપજેલી છે. આ બધાને લેબોરેટરીમાં જઈ ને પ્રયોગ કરવાની આવશ્યકતા પડી નથી વેદના રચયિતા ઋષિ અને ગણિત શાસ્ત્રીઓ જેવા કે આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય કે સીવી રામન ને જે બધું પ્રાપ્ત થયું એ જ્ઞાન હતું.. વિજ્ઞાન નહિ.
- Advertisement -
પણ વિજ્ઞાનની વાત અલગ છે વિજ્ઞાન એટલે શિવ( ભૌતિક પદાર્થ) અને શક્તિ (આભૌતિક અદ્રશ્ય ઉર્જા) નો સમન્વય. કાર્તિક શિવ અને શક્તિનો સમન્વય છે.. વિજ્ઞાન પણ શિવ અને શક્તિનો સમન્વય છે.. કાર્તિક યુદ્ધખોર છે વિજ્ઞાન પણ યુદ્ધખોર છે.. કાર્તિક પાસે સંસાધન છે, વિજ્ઞાન પાસે પણ સંસાધન છે.. કાર્તિકનું નામ પડ્યું છે કૃતિકા ઉપરથી કૃતિકા નક્ષત્રના સાત પૈકીના છ તારાઓએ કાર્તિકની દેખભાળ કરી હતી, એમનો ઉછેર કર્યો હતો એટલે કૃતિકા નામની પાલક માતાઓનો પુત્ર કાર્તિક કહેવાય.. કૃતિકાઓ કુલ છ છે અને કાર્તિક ના મુખ પણ છ છે એટલે કાર્તિકને શણમુખ કહેવાય છે શણમુખ એટલે છ મુખવાળા દેવ.
આ છ મુખ પાછળની વાત પણ બહુ સમજવા જેવી છે.. જ્યારે એક સીધો ત્રિકોણ અને એક ઊંધો ત્રિકોણ એકબીજા સાથે મળે ત્યારે એક તારક (સ્ટાર) રચાય છે.. આ સ્ટારને છ ખૂણા હોય છે . તંત્ર શાસ્ત્રમાં આ સ્ટાર એ કાર્તિક નું પ્રતિક છે. સીધો ત્રિકોણ એટલે કે ઉર્ધ્વમુખી ત્રિકોણ શિવનું પ્રતિક છે. ઊંધો ત્રિકોણ એટલે કે અધો મુખી ત્રિકોણ શક્તિનું પ્રતિક છે.. આ બે નો સમન્વય થાય એટલે જે સ્ટાર બને તે કાર્તિક નું પ્રતિક છે.. આમ શિવ અને શક્તિ ભેગા થઈ કાર્તિક ને જન્મ આપે.. શિવ એટલે ભૌતિક પદાર્થ શક્તિ એટલે અદ્રશ્ય એવી ઉર્જા જ્યારે સમન્વય પામે ત્યારે વિજ્ઞાન રચાય છે.. આમ કાર્તિક અને વિજ્ઞાન બે એક જ છે.આં ઉંધા અને ચત્તા ત્રિકોણના પ્રતિકનું રહસ્ય પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે.
આ સ્ટાર યહૂદીઓમાં પણ પૂજ્ય છે.. યહુદીઓએ વિજ્ઞાન એટલે કે ટેક્નોલોજી એન્જિનિયરિંગમાં ધરખમ પ્રદાન કરેલું છે.. છ ખૂણા વાળો સ્ટાર યહૂદીનું પ્રતીક ગણાય છે. તેને સ્ટાર ઓફ ડેવિડ કહે છે. અમેરિકા ગયેલા યહૂદીઓ એ વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન કરીને અમેરિકાને જગતની ઉપર પરોક્ષ રીતે રાજ કરતી સતાં બનાવ્યું છે
હવે સમજાયું હશે કે કેમ કાર્તિકેય સ્વામી પૃથ્વીના ચક્કર મારવા જાય છે અને ગણેશ પૃથ્વીને ચક્કર મારવા ને બદલે પોતાના માતા-પિતાની પ્રદક્ષિણા કરે છે.
નાયક અને વિનાયક એટલે કે કાર્તિક અને ગણેશ જેમ ભાઈઓ છે એમ જ્ઞાન અને વિજ્ઞાન બે એક સિક્કાની બે બાજુઓ છે.. જ્ઞાનની જેમ ગણપતિ પણ શુદ્ધ અને પવિત્ર છે, એમની પાસે રિદ્ધિ અને સિદ્ધિ છે.
કાર્તિક યુદ્ધખોર સેનાપતિ છે, રાજસી શક્તિવાળા છે, તેમની પાસે વિજ્ઞાન છે.તેમનીપત્નીઓના નામ દેવસેના અને વલ્લી છે. કાર્તિક પાસે દેવ ની સેના (રીસોર્સિસ) અને વલ્લી (વળાંકવાળી સુંદર સ્ત્રી) છે.. કાર્તિક પાસે રિદ્ધિ અને સિદ્ધિ નથી..
ભારત જ્ઞાન ઉપાસક છે પણ વિજ્ઞાનની પરંપરાને વિસરી ગયું છે જ્યારે બીજા દેશો વિજ્ઞાન ઉપાસક છે અને તેઓ જ્ઞાન જાણતા નથી. એટલે જ્ઞાનની શોધમાં ગંગાકિનારે, ઇસ્કોન મંદિરોમાં કે કુંભના મેળામાં ભટકતા હોય છે. પહેલાં જ્ઞાનની એટલે કે ગણેશજીની ઉપાસના કરવી જોઈએ, પણ કાર્તિક સ્વામી એટલે કે વિજ્ઞાનની ઉપાસના કરવાનું ભૂલાય નહીં..
જ્ઞાન હમેશા ગણપતિની જેમ સ્ફુરતું હોય છે, કાર્તિકની જેમ પ્રયાસો બાદ જન્મ લેતું નથી
જ્ઞાનની જેમ ગણપતિ પણ શુદ્ધ અને પવિત્ર છે, એમની પાસે રિદ્ધિ અને સિદ્ધિ છે. કાર્તિક યુદ્ધખોર સેનાપતિ છે, રાજસીશક્તિવાળા છે, તેમની પાસે વિજ્ઞાન છે
જ્ઞાનને પામવા માટેની લેબોરેટરી ની જરૂર નથી.. વેદો ના રચયિતા દ્રષ્ટાઓ, આઇન્સ્ટાઇન કે સ્ટીવન હોકિંગ આ બધા જ્ઞાની છે, વિજ્ઞાની નથી.. કોઈ પ્રયોગશાળા વિના એક જગ્યાએ બેઠા બેઠા તે બ્રહ્માંડના રહસ્યોનો તાગ મેળવે છે.. તેમને લેબોરેટરી ની જરૂર નથી , કોઈ યંત્રની જરૂર નથી. તેમને મગજમાં જ્ઞાનની સ્ફુરણા થાય છે. જ્ઞાન હમેશા ગણપતિની જેમ સ્ફુરતું હોય છે , કાર્તિકની જેમ પ્રયાસો બાદ જન્મ લેતું નથી. આઈન્સ્ટાઈનને સાપેક્ષવાદ સ્ફૂર્યો છે, ઓગસ્ટસ બેન્ઝીન ને બેનઝીન નું અણીમાળખું સ્ફુરેલું છે.. હોકિંગને સમય અને બ્રહ્માંડ અંગેની વિભાવનાઓ અંદરથી ઉપજેલી છે. આ બધાને લેબોરેટરીમાં જઈ ને પ્રયોગ કરવાની આવશ્યકતા પડી નથી વેદના રચયિતા ઋષિ અને ગણિત શાસ્ત્રીઓ જેવા કે આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય કે સીવી રામન ને જે બધું પ્રાપ્ત થયું એ જ્ઞાન હતું.. વિજ્ઞાન નહિ.
પણ વિજ્ઞાનની વાત અલગ છે વિજ્ઞાન એટલે શિવ( ભૌતિક પદાર્થ) અને શક્તિ (આભૌતિક અદ્રશ્ય ઉર્જા) નો સમન્વય. કાર્તિક શિવ અને શક્તિનો સમન્વય છે.. વિજ્ઞાન પણ શિવ અને શક્તિનો સમન્વય છે.. કાર્તિક યુદ્ધખોર છે વિજ્ઞાન પણ યુદ્ધખોર છે.. કાર્તિક પાસે સંસાધન છે, વિજ્ઞાન પાસે પણ સંસાધન છે.. કાર્તિકનું નામ પડ્યું છે કૃતિકા ઉપરથી કૃતિકા નક્ષત્રના સાત પૈકીના છ તારાઓએ કાર્તિકની દેખભાળ કરી હતી, એમનો ઉછેર કર્યો હતો એટલે કૃતિકા નામની પાલક માતાઓનો પુત્ર કાર્તિક કહેવાય.. કૃતિકાઓ કુલ છ છે અને કાર્તિક ના મુખ પણ છ છે એટલે કાર્તિકને શણમુખ કહેવાય છે શણમુખ એટલે છ મુખવાળા દેવ.
આ છ મુખ પાછળની વાત પણ બહુ સમજવા જેવી છે.. જ્યારે એક સીધો ત્રિકોણ અને એક ઊંધો ત્રિકોણ એકબીજા સાથે મળે ત્યારે એક તારક (સ્ટાર) રચાય છે.. આ સ્ટારને છ ખૂણા હોય છે . તંત્ર શાસ્ત્રમાં આ સ્ટાર એ કાર્તિક નું પ્રતિક છે. સીધો ત્રિકોણ એટલે કે ઉર્ધ્વમુખી ત્રિકોણ શિવનું પ્રતિક છે. ઊંધો ત્રિકોણ એટલે કે અધો મુખી ત્રિકોણ શક્તિનું પ્રતિક છે.. આ બે નો સમન્વય થાય એટલે જે સ્ટાર બને તે કાર્તિક નું પ્રતિક છે.. આમ શિવ અને શક્તિ ભેગા થઈ કાર્તિક ને જન્મ આપે.. શિવ એટલે ભૌતિક પદાર્થ શક્તિ એટલે અદ્રશ્ય એવી ઉર્જા જ્યારે સમન્વય પામે ત્યારે વિજ્ઞાન રચાય છે.. આમ કાર્તિક અને વિજ્ઞાન બે એક જ છે.આં ઉંધા અને ચત્તા ત્રિકોણના પ્રતિકનું રહસ્ય પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે.
આ સ્ટાર યહૂદીઓમાં પણ પૂજ્ય છે. યહુદીઓએ વિજ્ઞાન એટલે કે ટેક્નોલોજી એન્જિનિયરિંગમાં ધરખમ પ્રદાન કરેલું છે. છ ખૂણા વાળો સ્ટાર યહૂદીનું પ્રતીક ગણાય છે. તેને સ્ટાર ઓફ ડેવિડ કહે છે. અમેરિકા ગયેલા યહૂદીઓ એ વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન કરીને અમેરિકાને જગતની ઉપર પરોક્ષ રીતે રાજ કરતી સતાં બનાવ્યું છે.
હવે સમજાયું હશે કે કેમ કાર્તિકેય સ્વામી પૃથ્વીના ચક્કર મારવા જાય છે અને ગણેશ પૃથ્વીને ચક્કર મારવા ને બદલે પોતાના માતા-પિતાની પ્રદક્ષિણા કરે છે. નાયક અને વિનાયક એટલે કે કાર્તિક અને ગણેશ જેમ ભાઈઓ છે એમ જ્ઞાન અને વિજ્ઞાન બે એક સિક્કાની બે બાજુઓ છે. જ્ઞાનની જેમ ગણપતિ પણ શુદ્ધ અને પવિત્ર છે, એમની પાસે રિદ્ધિ અને સિદ્ધિ છે. કાર્તિક યુદ્ધખોર સેનાપતિ છે, રાજસીશક્તિવાળા છે, તેમની પાસે વિજ્ઞાન છે.તેમની પત્નીઓના નામ દેવસેના અને વલ્લી છે. કાર્તિક પાસે દેવની સેના (રીસોર્સિસ) અને વલ્લી (વળાંકવાળી સુંદર સ્ત્રી) છે. કાર્તિક પાસે રિદ્ધિ અને સિદ્ધિ નથી..