ખાસ-ખબર સંવાદદાતા
દેવાધિદેવ મહાદેવની ઉપાસનાનો પવિત્ર શ્રાવણ માસ વીતી પણ ચૂક્યો છે અને આપણે સહુ અનંતકાળના પ્રવાસીઓ રૂપે નવા સમયમાં પ્રવેશી પણ ગયા છીએ. કાળ સ્વયં એક ઉત્સવ છે. પ્રતિક્ષણના અવિરત અસ્તિત્વનો ઉત્સવ. આવી મહાન સમજ આપણને આપણા હિન્દુ અધ્યાત્મમાંથી પ્રાપ્ત થઈ છે. તો કરીએ હવે આ નવા સમયનું સ્વાગત, કરીએ ગણપતિજીનું સ્વાગત!
અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વખતે ગણેશ ઉત્સવની તીથી 18 સપ્ટેમ્બરે બપોરના 12:39 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 19 સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે 01:43 વાગ્યે સમાપ્ત થશે. તેથી, પંચાંગ અનુસાર, ગણેશ સ્થાપના 18 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક જ્યોતિષીઓના માર્ગદર્શન મુજબ, ઉદયતિથિ અનુસાર 19 સપ્ટેમ્બરના રોજ સવારે શુભ મુહૂર્તમાં ગણેશ સ્થાપના કરવી જોઈએ. અલબત્ત પંચાંગ ભેદ અનુસાર, ચતુર્થી તિથિની શરૂઆત અને અંતમાં થોડી મિનિટોનો તફાવત હોય છે પરંતુ બાપ્પાના ભક્તોએ તે તરફ દુર્લક્ષ સેવવું.
- Advertisement -
ગણપતી સ્થાપન માટેનો શુભ સમય
ગણેશ સ્થાપના ઉત્સવમાં મધ્યાહન (મધ્યનાહવ્યાપિની) સમયે ચતુર્થી લેવામાં આવે છે.
જો આ દિવસે રવિવાર કે મંગળવાર હોય તો તે મહા-ચતુર્થી બની જાય છે, તે 18મી અને 19મી સપ્ટેમ્બર 2023 બન્ને દિવસે બપોરનો સમય હશે.
19 સપ્ટેમ્બરે ગણેશ પૂજા માટે મધ્યાહન મુહૂર્ત સવારે 11:01:23 થી 01:28:15 સુધી છે.
આમ પણ મોટાભાગના વિદ્વાનોના મતે ઉદિયાતિથિ મુજબ ગણેશ સ્થાપના 19મી સપ્ટેમ્બર 2023ના રોજ કરવી જોઈએ.
ગણેશ સ્થાપના સમય: ગણેશ સ્થાપના સવારે 11.07 થી બપોરે 1.34 સુધીનો રહેશે
- Advertisement -
ગણેશજીનું વિસર્જન કયારે કરવું ?
ગણેશ વિસર્જન ગુરુવાર, 28 સપ્ટેમ્બર, 2023 ના રોજ થશે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનામાં શુક્લ પક્ષ દરમિયાન થયો હતો. ભગવાન ગણેશના જન્મદિવસની ઉજવણી ગણેશ ચતુર્થી તરીકે કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા તરીકે પૂજવામાં આવે છે. મધ્યમના મુહૂર્તમાં, ભક્તો પૂર્ણ વિધિ સાથે ગણેશજીની પૂજા કરે છે જેને ષોડશોપચાર ગણપતિ પૂજા તરીકે ઓળખવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના દિવસે શુભ યોગ બની રહ્યો છે…
હિન્દી કેલેન્ડર મુજબ, મંગળવાર, 19 સપ્ટેમ્બર, 2023 ના રોજ, સ્વાતિ નક્ષત્ર 19 સપ્ટેમ્બરની સવારથી બપોરે 1:48 સુધી રહેશે. આ પછી વિશાખા નક્ષત્ર શરૂ થશે જે રાત સુધી ચાલશે. આ બંને નક્ષત્રો ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તવમાં સ્વાતિ નક્ષત્ર, ધ્વજા અને તેના પછી વિશાખા નક્ષત્રના કારણે શ્રીવત્સ નામના બે શુભ યોગ બનશે. આ સાથે આ દિવસે વૈધૃતિ યોગ પણ બને છે.