ભક્તિમય વાતાવરણમાં વેપારીઓ અને ધંધાર્થીઓ જોડાયા, રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના ભૂતખાના ચોક ખાતે આવેલા વીવીપી કોમ્પલેક્સના વેપારીઓ અને ધંધાર્થીઓ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કોમ્પલેક્સનું વાતાવરણ ગણેશજીની ભક્તિમાં તરબોળ થઈ ગયું છે અને રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાઆરતીનું આયોજન થઈ રહ્યું છે. ગણપતિ ગ્રુપના સભ્યો જેવા કે હાર્દિકભાઈ, સિદ્ધાર્થભાઈ, કનુભાઈ, રાજુભાઈ, દિવ્યેશભાઈ, રાજૂ ભાઈ, ગઢવીભાઈ, પ્રવિણભાઈ, ધવલભાઈ અને મનુભાઈ સહિતના સૌ વેપારીઓ અને ધંધાર્થીઓ આ મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ ભક્તિમય વાતાવરણમાં, સૌ સાથે મળીને ગણેશજીની આરાધના કરી રહ્યા છે. આ મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં, પરંતુ વેપારીઓ વચ્ચે એકતા અને સૌહાર્દનું પ્રતીક પણ બન્યો છે. આ કાર્યક્રમને કારણે સમગ્ર વિસ્તારમાં આનંદ અને શ્રદ્ધાનો માહોલ છવાયો છે.