જુગાર અખાડામાં પૂર્વ ર્કોપોરેટર અને મનપા કર્મી સહિત પાંચ ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢના ચિતાખાનાચોકમાં રહેતો મહમદ ઉર્ફે ડેની હુશેન હાલા ઇશાપુર ગામની સીમમાં રમણીક ભગવાનજી કાપડીયાની વાડીમાં આવેલુ ગોડાઉન ભાડે રાખી ભાગીદારીમાં ઘોડાપાસાનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે આ સ્થળે દરોડો પાડી જુગાર રમતા મહમદ ઉર્ફે ડેની હુશેન હાલા, વાડી માલિક રમણીક ભગવાનજી કાપડીયા, માહિર મુસ્તફા હાલા, જામનગરના અઝીઝ આમદ પઠાણ અને વિનોદ તેજચંદ રામાણીને પકડી લીધા હતા. જયારે જામનગરનો ઇમરાન ઉર્ફે મની મકરાણી બ્લોચ, રાજકોટનો તન્વીર ઉર્ફે તન્યો રફીક સીસાંગીયા, કાથરોટાનો રવિ બાલા કંડોરીયા, બાલા ધીરૂ સરવૈયા, જેતપુરનો સુભાષ અદા, કમલેશ ગમારા, જગદિશ ભુરા, અસલમ મહમદ, મહેબુબ શેખ અને અલ્પેશ બકતરી નાસી ગયા હતા. પોલીસે 3300 રોકડા, 11 મોબાઇલ, 3 બાઇક તથા બે મોટરસાયકલ મળી કુલ 14,57,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
- Advertisement -
પોલીસે મહમદ ઉર્ફેડેની હાલની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે, ઇમરાન ઉર્ફે મની મકરાણી અને તન્વીર ઉર્ફે તન્યો જુગાર રમવા વાળો માણસોનો સંપર્ક કરાવી દેતા અનેતે બંને માણસોને જુનાગઢ લઇ આવતા રવિ બાલા કંડોરીયા અને બાલા ધીરૂ સરવૈયા જુગાર રમવાનું સ્થળ ભાડેથી શોધી આપી હતી. આ ગોડાઉનનું 7 હજાર રૂપિયા ભાડુ નકકી કરવામાં આવ્યુ હતુ પરંતુ હજુ સુધી ભાડુ ચુકવ્યુ ન હતુ. પોલીસની પુછપરછ દરમિયાન છેલ્લા 3 માસથી આ શખ્સો સંગઠીત થઇ જુગાર રમવા માટેનો ગુનો આચરતા હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે ઇ-ગુજકોપ એપમાં સર્ચ કરતા મહમદ ઉર્ફે ડેની સામે અગારઉ ચાર, તન્વીર સામે એક અને રવિ બાલા કંડોરીયા સામે એક ગુનો દાખલ થયો હોવાનું જાણવા મળ્યુ હતુ.